દ્રાક્ષમાં આયર્ન હોય છે. દૂધ સાથે તેનું સેવન કરવાથી ઓક્સિજન લેવલ વધે છે. સાથે જ રક્ત કોશિકાઓમાં વૃદ્ધિ થાય છે.
જે લોકોને કબજિયાતની સમસ્યા હોય છે તેઓ દૂધમાં પલાળેલી દ્રાક્ષ ખાવાથી પેટ સાફ રહે છે.
દ્રાક્ષ પાચનમાં વધારો કરે છે. જેનાથી ગેસ, કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.
દૂધમાં પલાળેલી દ્રાક્ષ ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આના નિયમિત સેવનથી હૃદય રોગનું જોખમ ઓછું રહે છે.
દૂધ અને દ્રાક્ષ હાડકાઓ, સ્નાયુઓની તાકાત વધારે છે. આના સેવનથી શરીરના દુખાવામાં રાહત મળે છે.