પુખ્ત લોકોની સરખામણીમાં વધુ ઉંમરના લોકોને બીમારીઓ થવાની સંભાવના વધુ હોય છે, એવામાં ઓછી કેલેરીની જરૂરત હોય છે.
50 વર્ષથી વધુ ઉંમરના લોકોનો મેટાબોલિક સિસ્ટમ ખૂબ જ સુસ્ત પડી જાય છે. ઉંમર વધવા પર BP, ડાયાબિટીસ, હૃદયરોગ, પ્રોસ્ટેટ કેન્સર જેવી મુશ્કેલીઓ વધે છે.
વધતી ઉંમરમાં પ્રોટીન સ્નાયુઓને મજબૂત રાખવામાં મદદ કરે છે. આ માટે ઈંડા સારો સ્ત્રોત છે.
સ્ટ્રોબેરીમાં ફાયબર વધુ હોય છે. સાથે જ એમાં રહેલા એન્ટિઓક્સિડેન્ટ હાનિકારક કોશોને દૂર કરવામાં મદદ કરે છે.
તમારા ડાયેટમાં રોજ બદામ અને અખરોટને સામેલ કરવું જોઇએ. રોજ 6-10 બદામ અને 3-5 અખરોટ જરૂર ખાવી જોઇએ.
બીટથી બ્લડ પ્રેશર નિયંત્રિત થાય છે. આ હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. બીટમાં પોટેશિયમ પણ ભરપૂર હોય છે.
કોલેસ્ટ્રોલને નિયંત્રણ કરવા માટે એવોકાડો રોજ ખાવું જોઇએ. આ બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખવાની સાથે ઇમ્યૂનિટી બુસ્ટ પણ કરે છે.