ગરમીમાં જ્યૂસ પીવાના શોખીન છો તો, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ


By hariom sharma28, Feb 2023 08:00 AMgujaratijagran.com

રોજની આદત સારી નથી

ગરમીમાં ઘણાં લોકો ફ્રૂટ જ્યૂસ નિયમિત રીતે પીવે છે. પરંતુ શું તમે જાણો છો ફળોનો રસ હંમેશા પીવો એ આદત સારી નથી હોતી.

ધ્યાન રાખો

શું તમારે જ્યૂસનું સેવન બંધ કરવું જોઇએ? ના. ફક્ત તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમે શું ખાવ છો, કયા ફળ પસંદ કરો છો અને ક્યારે ખાવ છો.

સવારે ઉઠીને ના પીવો

તમે જ્યારે ઉઠો છો ત્યારે સ્વાભાવીક રીતે પેટ એસિડિક હોય છે. આ કારણથી સવારે તમારે એવી કોઇ પણ વસ્તુથી દૂર રહેવું જોઇએ જેનાથી પાચનમાં સમસ્યા થઇ શકે છે.

પેટમાં દુખાવો

જો તમે જિમ જતાં પહેલા જ્યૂસનું સેવન કરો છો તો આ તમને ઊર્જા આપે છે, પરંતુ લાંબા સમય સુધી ટકતું નથી. આ સિવાય ફ્રુક્ટોજ સામગ્રી ઘણાં લોકોને પેટમાં દુખાવો અને આંતરડાની સમસ્યા પેદા કરે છે.

નારીયળ પાણી પીવો

નારંગી અને મોસંબી જેવા ખાટાં ફળનો રસ ભૂખ્યા પેટે સેવન કરવાથી એસિડિટી અને પાચનને લગતી સમસ્યાઓ થઇ શકે છે. આ સિવાય તમે નારિયળ પાણીનું સેવન કરી શકો છો.

વધુ પડતું મીઠું ખાવાથી થઇ શકે છે આ પ્રોબ્લેમ