ચિપ્સ, ચોકલેટ જેવા પેકિંગ ફૂડ ખાવાથી ભૂખ વધુ લાગે છે. આ વજન વધવાનું કારણ બને છે, આના સેવનથી દૂર રહો.
મીઠાંના વધુ સેવનથી શરીરમાં પાણી જમા થવા લાગે છે. આ કારણથી વજન પણ વધવા લાગે છે. ઓછું મીઠું લેવાથી હાડકાંને પણ નુકસાન નથી થતું.
વધુ મીઠું લેવાથી શરીરમાં ઇન્સુલિન વધવા લાગે છે, જે ફેટને શરીરમાં જમા કરે છે, આ કારણથી તમારું વજન વધવા લાગે છે.
વધુ મીઠું લેવાથી હૃદયને લગતી બીમારીઓનું જોખમ વધી જાય છે. આનાથી હાર્ટ અટેકનું જોખમ અને હૃદય નબળું પડવા લાગે છે.
વધુ મીઠું ખાવાથી બીપીની પ્રોબ્લેમ વધે છે. મીઠું વધુ લેવાથી લોહીમાં સોડિયમની માત્રા વધે છે.
વધુ મીઠું ખાવાથી શરીરનું પાણી યુરીન અને પરસેવામાં નીકળવા લાગે છે. આ કારણથી કીડનીની સમસ્યા વધવા લાગે છે.
વધુ મીઠું ખાવાથી સ્કિનને લગતી પ્રોબ્લેમ વધી શકે છે. આને ખાવાથી શરીરમાં બળતરા, ખંજવાળ, સોજા અને લાલ ચકામાની મુશ્કેલી વધી શકે છે.