રોજ કરો આ આસન, દૂર થશે પાચનની સમસ્યા


By hariom sharma28, Feb 2023 07:30 AMgujaratijagran.com

યોગ સ્વસ્થ શરીર માટે ખૂબ જ જરૂરી છે. આના અભ્યાસથી તમે સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખી શક

સ્થૂળતાની સમસ્યા

સ્થૂળતા દૂર કરવા માટે પશ્ચિમોત્તાનાસનનો અભ્યાસ ખૂબ જ ફાયદાકારક હોય છે. આ આસન પેટ પર વધેલી ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે.

દુખાવો દૂર કરે

શરીરમાં કોઇ પણ પ્રકારનો દુખાવો ઓછો કરવા માટે પશ્ચિમોત્તનાસનનો અભ્યાસ ખૂબ જ ફાયદાકારક હોય છે. આ સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે.

પાચનને લગતી બીમારી

પશ્ચિમોત્તનાસન નિયમિત કરવાથી પાચનતંત્રને લગતી બીમારીઓ દૂર થાય છે. પેટમાં ગેસ બનવો, કબજિયાત અને અપચાની સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક છે.

શરીરમાં બ્લડ ફ્લો

શરીરમાં બ્લડ ફ્લો પ્રભાવીત થવા પર ઘણી બીમારીઓને ખતરો રહે છે. આ માટે રોજ પશ્ચિમોત્તનાસન કરવું ફાયદાકારક છે. આનાથી હૃદયરોગનું જોખમ ઘટે છે.

કમરના દુખાવની સમસ્યા

જો તમને કમર દુખાવાની સમસ્યા રહે છે, તો તમારે રોજ પશ્ચિમોત્તનાસનનો અભ્યાસ કરવો જોઇએ.

માનસિક રોગ

ડિપ્રેશન, ચિંતા અને તણાવની સમસ્યા દૂર કરવા માટે પશ્ચિમોત્તનાસન નિયમિત કરવાથી ઘણો ફાયદો થાય છે.

પશ્ચિમોત્તનાસન કેવી રીતે કરવું

- સૌથી પહેલાં સુખાસનમાં બેસો. બંને પગને સામે બાજુ સીધા રાખો. - શ્વાસને બહાર કાઢો અને આગળની બાજુ નમીને બંને હાથ દ્વારા અંગૂઠા પકડો. - માથાના ભાગને ઘુંટણે ટચ કરો અને બંને કોણી જમીન પર સ્પર્શ કરો.

રોજ લગાવો છો ફાઉન્ડેશન, જાણો નુકસાન