રાત્રે ખાંસી આવતી હોય તો અપનાવો આ 5 ઉપાય, રાહત મળશે


By Hariom Sharma11, Aug 2023 06:47 PMgujaratijagran.com

ઘણી વાર રાતના સમયે ખાંસી આવે છે, જે ઊંઘ બગાડી શકે છે. જો કે આનાથી રાહત મેળવવા માટે અલગ અલગ ઉપાય પણ છે. આવો જાણીએ આનાથી રાહત મેળવવા માટે સરળ ઉપાય વિશે.

આદું

ખાંસીથી રાહત મેળવવા માટે આદુંનું સેવન કરી શકાય છે. આદુંનો રસ પીવાની સાથે આને શેકીને અથવા તો ગોળ સાથે ખાઇ શકો છો. આનાથી ઘણી રાહત મળે છે.

કાળા મરી

રાત્રે ખાંસી આવવા પર કાળા મરી ખાવા ખૂબ જ ફાયદાકાર હોય છે. આવી સમસ્યા થવા પર કાળા મરી સાથે મધ મિક્સ કરીને સેવન કરવું. આનાથી ખાંસીમાં રાહત મળશે અને સાથે જ ઇમ્યૂનિટી પણ વધે છે.

આદુંવાળી ચા

આદુંવાળી ચા પીવાથી પણ ખાંસીની સમસ્યામાં રાહત મળે છે.આદુંની ચા પીવાથી ખાંસીમાં તો રાહત મળશે જ સાથે સાથે સંક્રમણ અને સરદીમાં પણ ફાયદો થશે.

સૂંઠ

સૂંઠ ગળાની ખરાશ અને સરદીની સાથે ખાંસીમાં પણ ફાયદાકારક છે. આના માટે સૂંઠ પાવડરને પાણીમાં મિક્સ કરીને અથવા તો મધની સાથે પણ લઇ શકો છો.

ગ્રીન ટી

ખાંસીમાં ગ્રીન ટી પણ ગુણકારી છે. આમાં રહેલાં એન્ટિઇન્ફેમેટરી ગુણ સંક્રમણથી રાહત અપાવની સાથે ખાંસીમાં પણ રાહત આપે છે.

વધેલા તેલથી ફરીથી બનાવો છો ભોજન? જાણો તેનું નુકસાન