કારેલા સ્વાદમાં કડવા હોય છે પરંતુ તેમા રહેલા ગુણોના કારણે સ્વાસ્થ્ય માટે વરદાન રૂપ સાબીત થાય છે. કારેલામાં કોપર, વિટામિનટ બી, અનસેચ્યુરેટેડ ફેટી એસિડ જેવા ઘણાં પોષકતત્ત્વ રહેલાં છે.
કારેલામાં એન્ટિ વાયરલ અન એન્ટિ બાયોટિક ગુણોથી ભરપૂર હોય છે. સ્વાદમાં કડવા કારેલા લોહીને શુદ્ધ કરવાની સાથે શરીરને ફીટ રાખવામાં પણ મદદ કરે છે.
કારેલા ખાધા પછી દૂધનું સેવન ના કરવું જોઇએ. આમ કરવાથી તમને પેટને લગતી સમસ્યા થઇ શકે છે. કારેલા ખાધા પછી દૂધ પીવાથી કબજિયાત, દુખાવો અને બળતરા જેવી સમસ્યા થઇ શકે છે.
કારેલાનું શાક ખાધા પછી મૂળા અથવા મૂળાની બનેલી વસ્તુઓ પણ ના ખાવી જોઇએ. આવું કરવાથી તમને એસિડિટી અને ગળામાં કફની પ્રોબ્લેમ થઇ શકે છે.
કારેલાના શાક સાથે દહીનું સવેન ન કરવું. જો તમે કારેલાનું શાક ખાધા પછી દહીંનું સેવન કરો છો તો તમને ચામડીના રોગની સમસ્યા થઇ શકે છે.
કારેલા ખાધા પછી ભીંડાનું શાક પણ ના ખાવું. આવું કરવાથી શરીને કારેલા સાથે ભીંડાને પચાવામાં મુશ્કેલી આવી શકે છે.