ઘરમાં નવી વસ્તુ આવતાની સાથે જ જૂની વસ્તુ સ્ટોર રૂમમાં જવા દઈએ છીએ, જૂની બોટલોમાંથી સર્જનાત્મક વસ્તુઓ બનાવી શકો છો, ચાલો જાણીએ.
તમે ઘરમાં રાખેલી કાચની બોટલોને કલર કરીને લેમ્પ બનાવી શકો છો. તમે તેની અંદર ફેરી લાઇટ્સ લગાવીને તેને સજાવી શકો છો.
આટ્રીફિશીયલ ફૂલો રાખવા માટે કાચ કે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરી શકાય છે. તમે તેને વિન્ડો પર રાખી શકો છો.
તમે બોટલને સારી રીતે સજાવીને શોપીસ તરીકે રાખી શકો છો. તે લિવિંગ રૂમમાં રાખવાથી ઘરની સુંદરતા વધશે.
ઘરની જૂની બોટલોનો ઉપયોગ મેકઅપ સ્ટોર કરવા માટે પણ કરી શકાય છે. તેની મદદથી મેક-અપની વસ્તુઓ સુરક્ષિત રાખી શકાય છે.
બાળકોને ઘરેથી જૂની બોટલ આપો અને તેના પર પેઇન્ટ કરવાનું કહો.
દિવાલને શણગારવા માટે જૂની પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ કરી શકાય છે.જેનાથી દિવાલ અનોખી લાગશે.
બોટને વચ્ચેથી કાપીને છોડ અને વેલ વાવીને બાલ્કનીમાં લટકાવી શકો છો. આ રીતે ઘર ખૂબ જ સુંદર લાગશે.
આ રીતે જૂની કાચ કે પ્લાસ્ટિકની બોટલોનો ઉયોગ કરી શકો છો, આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.