White Dhokla Recipe: સફેદ ઢોકળાની રેસીપી


By Vanraj Dabhi13, Aug 2024 11:11 AMgujaratijagran.com

સફેદ ઢોકળા

ગુજરાતની ટ્રેડિશન વાનગી છે તેને ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખૂબ જ ખાવામાં આવે છે, ચાલો આજે અમે તમને સફેદ ઢોકળા કે ઈદડાની રેસીપી જણાવીશું.

સામગ્રી

રવો, દહીં, પાણી, મીઠું, ઇનો, કાળા મરીનો પાવડર, તેલ, રાઈ, હીંગ, લીલા મરચા, મીઠા લીમડાના પાન, તલ, કોથમરી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં સુજી,દહીં અને પાણી નાખીને સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ- 2

હવે તેમાં મીઠુ,ઇનો અને થોડું પાણી ઉમેરીને મિક્સ કરીને બેટર તૈયાર કરીને થોડી વાર સેટ થવા દો.

સ્ટેપ- 3

હવે એક થાળીમાં તેલ ગ્રીસ કરીને તેમાં આ બેટર રેડો અને સારી રીતે ફેલાવી દો.

સ્ટેપ- 4

હવે ગેસ ઉપર એક પેનમાં ગરમ પાણી ગરમ કરી તેમાં સ્ટેન્ડ મૂકી તેના પર આ થાળીને મૂકીને 10 મિનીટ વરાળથી સ્ટીમ કરી લો.

સ્ટેપ- 5

હવે તેને છરી વડે ચોરસ ટુકડા કરી લો અને એક વઘારીયામાં વઘાર તૈયાર કરીને ઢોકળા પર ગાર્નિશ કરો.

સર્વ કરો

હવે તેના પર કાળા મરીનો પાવડર છાંટીને તમે સફેદ ઢોકળાનો આનંદ માણો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Monsoon Special Recipe: લીલી મકાઈનો ચેવડો બનાવવાની રેસીપી