Monsoon Special Recipe: લીલી મકાઈનો ચેવડો બનાવવાની રેસીપી


By Vanraj Dabhi12, Aug 2024 03:55 PMgujaratijagran.com

લીલી મકાઈનો ચેવડો

ચેવડો તો તમે ખાધો હશે પરંતુ અમેરિકન લીલી મકાઈનો ચેવડો નહીં ટ્રાય કર્યો હોય, નોંધી લો રેસીપી.

સામગ્રી

લીલી અમેરિકન મકાઈ, લીલા મરચા, આદુ, લીંબુ, મીઠા લીમડાના પાન, તલ, રાઈ-જીરું, હળદર, મીઠું, દૂધ, કોથમરી,ખાંડ, આલૂ સેવ,તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ લીલી મકાઈને એક વાસણમાં ખમણી લો. અને આદુ-મરચાની પેસ્ટ બનાવી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,જીરું, મીઠો લીમડો, તલ, આદુ-મરચાની પેસ્ટ, હળદર વગેરે નાખીને સાંતળી લો.

સ્ટેપ-3

હવે તેમાં ખમણેલી મકાઈની પેસ્ટ, મીઠું, દૂધ,ખાંડ વગેરે નાખીને પકાવો.

સ્ટેપ-4

હવે તેમાં આલૂ સેવ, કોથમરી ગાર્નિશ કરો.

સર્વ કરો

તૈયાર છે લીલી મકાઈનો ચેવડો, તમે નાસ્તામાં ગરમા ગરમ અથવા ઠંડો કરીને પણ સર્વ  કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Besan Burfi Recipe: રક્ષાબંધન પર ચણાના લોટની બરફી બનાવો, નોંધી લો રેસીપી