'સનાયા'થી 'ગંગૂ' સુધી આલિયા ભટ્ટના આ આઈકોનિક કેરેક્ટરે લોકોનું દિલ જીત્યુ


By Sanket Parekh15, Mar 2023 03:56 PMgujaratijagran.com

હેપ્પી બર્થ ડે આલિયા

બૉલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આજે 15મી માર્ચે પોતાનો 30મો જન્મદિન મનાવી રહી છે

આલિયાના આઈકોનિક કેરેક્ટર્સ

આલિયાએ પોતાના અભિનયથી બૉલિવૂડમાં આગવી ઓળખ ઉભી કરી છે. એક્ટ્રેસના સીરિયસ રોલે લોકોના દિલ જીતી લીધા છે

સનાયા- સ્ટૂડન્ટ ઑફ ધી યર

સૌ પ્રથમ આલિયાએ પોતાની પહેલી ફિલ્મ સ્ટૂડન્ટ ઑફ ધી યરમાં કૉલેજ ગર્લ સનાયાની ભૂમિકા ભજવીને સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતુ.

વીરા-હાઈવે

હાઈવે ફિલ્મમાં આલિયાએ વીરા ત્રિપાઠીની ભૂમિકા ભજવી હતી, જેમાં તેનો અભિનય સૌ કોઈના દિલને સ્પર્શી ગયો હતો

કાવ્યા- હંપ્ટી શર્મા કી દુલ્હનિયા

આ ફિલ્મમાં કાવ્યાની ભૂમિકામાં આલિયાનો અભિનય લોકોને ખૂબ જ પસંદ પડ્યો હતો. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર પણ સારો દેખાવ કર્યો હતો

સહમત-રાજી

આલિયાએ રાજી ફિલ્મમાં સહમત નામની યુવતીનું પાત્ર ભજવીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા. એક અંડરકવર એજન્ટ તરીકે આલિયાએ આ ફિલ્મમાં ઉમદા અભિનય કર્યો હતો

ગંગૂ (ગંગૂબાઈ કાઠિયાવાડી)

ગંગૂની ભૂમિકા આલિયાની અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ ભૂમિકા છે. આલિયાનો આ રોલ એકદમ અલગ અને આઈકોનિક હતો

'કિલર સ્માઈલ...કાતિલ અદા..!' મૌની રૉયના સુપર હૉટ બિકિની લુક્સ, See Pics