આ કસરત કરવા માટે પહેલા તો સીધા ઊભા રહો, સામાન્ય શ્વાસ લો.
તમારો એક હાથન છાતી ઉપર રાખો. સીધા ઉભા રહીને સામે જોવો.
આટલું કર્યા પછી તમે તમારા જડબાંના ભાગને આગળ ખેંચો. હવે તમારા માથાને ઉપર કરો અને આકાશ તરફ જોવો.
માથું ઉપર કર્યા પછી નોર્મલ થઇ જાવ. થોડી વાર થોભો ફરીથી તમારા જબડાંને આગળ ખેંચો અને સામાન્ય થઇ જાવ. આ દરમિયાન તમારું માથું ઉપર જ રહેશે.
આ પ્રક્રિયાને ઓછામાં ઓછી 10થી 15 વખત કરો. આ સમયે તમે તમારા હાથના મસલ્સમાં ખેંચનો અનુભવ કરશો.
- બ્લડ સર્ક્યુલેશન વધે છે - ચહેરાના મસલ્સ રિલેક્સ થાય છે - વધતી ઉંમરના લક્ષણો ચહેરા પર જલદી જોવા નથી મળતા - ત્વચા ચુસ્ત બને છે