હાથની લટકતી ચરબી ઓછી કરવા માટે પુશ અપ્સ કરવા સૌથી ઉત્તમ ઉપાય છે. આ કરતાં સમયે હાથની મૂવમેન્ટ સૌથી વધારે હોય છે, જેનાથી ફેટ સરળતાથી ઓછું થાય છે.
હાથની ચરબી ઓછી કરવા માટે ડાયેટામાં સુધારો કરો. જો તમે ખાંડ વધુ માત્રામાં સેવન કરો છો તો તે હાથની લટકતી ચરબીમાં વધારો કરી શકે છે. આ માટે તમારા ડાયેટામાં ખાંડવાળી વસ્તુઓનું સેવન કરવાનું ટાળો.
વેટ લિફ્ટિંગ કરવાથી હાથમાં જામેલી ચરબી સરળતાથી ઓછી કરી શકાય છે. આને કરવાથી હાથ ઉપર વધુ બળ પડે છે, જેનાથી હાથની મૂવમેન્ટ વધે છે અને ચરબી ઓછી થાય છે.
મેદો ખાવાની આદત હાથની લટકતી ચરબીમાં વધારો કરી શકે છે. આ માટે મેદાથી બનેલી વસ્તુઓ ખાવાથી દૂર રહો સાથે ડાયેટામાં નટ્સ અને શાકભાજીનું સેવન કરો. આનાથી ચરબી સરળતાથી ઓછી થાય છે.
સાઇડ પ્લેન્ક પેટીની ચરબીની સાથે સાથે હાથોની ચરબી પણ ઘટાડવા માટે કારગર કસરત છે. 5થી 10 મિનિટ સુધી આ નિયમિત કરવાથી હાથની લટકતી ચરબી ઘટી શકે છે.