સંતાન પ્રાપ્તિ માટે મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા આવી રીતે કરો શિવલિંગની પૂજા


By Pandya Akshatkumar05, Jul 2023 05:06 PMgujaratijagran.com

મનોકામના પૂર્ણ

ભગવાન શિવને એમનેમ જ ભોલેનાથ નથી કહ્યાં. તેમની પૂજા કરવાથી તમે મનવાંચ્છિત ફળ મેળવી શકો છો.

શ્રાવણ મહિનો

મહાદેવની પૂજાનો શ્રાવણ મહિનો આવી રહ્યો છે. સંતાન પ્રાપ્તિ માટે શ્રાવણ મહિનાનો ઉપવાસ કરો અને બને તેટલી ભોલેનાથની પૂજા કરો.

સંતાન-પ્રાપ્તિ

સંતાન પ્રાપ્તિ માટે દરરોજ શિવજીની વિધિવત પૂજા કરો અને 108 વખત ઓમ નમ: શિવાયની માળા કરો.

ગુલાબ

શિવજીની પૂજા કરતી વખતે તેમને ગુલાબ અવશ્ય ચઢાવો

પાઠ

નિયમિત શિવ ચાલિસાનો પાઠ અવશ્ય કરો. તેનાથી તમને જોઈતું ફળ મળશે

દૂધ અવશ્ય ચઢાવો

મહાદેવને દૂધ અતિપ્રિય છે. તેમના શિવલિંગ પર દૂધથી હંમેશા અભિષેક કરવો

ઘરમાં ચિત્ર રાખો

સંતાન પ્રાપ્તિ માટે ઘરમાં શિવ પાર્વતી અને ગણપતિનો સંયુક્ત ફોટો રાખવો

જાણો, મંદિરેથી તુલસી ઘરે લઈ આવવાના ફાયદા