નોકરી કરતા લોકોને પીએફ વિશે સારી રીતે જાણ હોવી જોઈએ.ઈમરજન્સીની સ્થિતિમાં આ પૈસા ઉપાડી શકાય છે.પૈસા બચાવવાનો આ એક સારો રસ્તો છે. આનાથી તમે નિવૃત્તિ સુધી તમારા ખાતામાં સારી મૂડી એકઠી કરી શકો છો અને જ્યારે પણ જરૂર પડે ત્યારે પૈસા ઉપાડી શકાય છે.
આ માટે EPFO વેબસાઇટ પર જાઓ અને તમારો UAN અને પાસવર્ડ દાખલ કરીને લોગ ઇન કરો. આ પછી ઓનલાઈન સેવાઓ પર જાઓ અને 'ક્લેમ' પર ક્લીક કરો.
તમારા બેંક ખાતાની ચકાસણી કરો અને
આ પસંદ કર્યા પછી ઉપાડનું કારણ, ઉપાડવાના પૈસાની રકમ અને અન્ય જરૂરી માહિતી ભરો. આ પછી બેંક ખાતાના ચેક અથવા પાસબુકની નકલ અપલોડ કરો. હવે આધાર ચકાસો.
તમે તમારા ક્લેમની સ્થિતિ ચકાસી શકો છો. તમે ટ્રેક ક્લેમ સ્ટેટસ પર ક્લિક કરીને અને રેફરન્સ નંબર દાખલ કરીને સ્ટેટસ ચકાસી શકો છો.
તમે EPFO ઓફિસમાં જઈને ફોર્મ ભરીને ઑફલાઇન PF ના પૈસા પણ ઉપાડી શકો છો.