ઘણીવખત આપણી કોણી ખુબ જ કાળી દેખાય છે, તમને જણાવી દઈએ કે કોણીને રાજ સાફ રાખવી ખુબ જરૂરી હોય છે, તેના માટે તમે ઘરગથુ વસ્તુનો ઉપયોગ કરી શકો છો.
ચણાનો લોટ, કાચુ દૂધ, હળદર.
આ તમારી ત્વચાને કોમળ રાખવામાં મદદ કરે છે. કારણ કે તેમાં વિટામિન-A ભરપૂર માત્રામાં હોય છે. તમને જણાવી દઈએ કે તાજુ દૂધ ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવાનું કામ કરે છે.
હળદરનો ઉપયોગ ચહેરાને નીચેથી સાફ કરવા માટે થાય છે. તેમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ તત્વ ત્વચાના તમામ પ્રકારના ચેપ સામે રક્ષણ આપે છે. હળદરનો ઉપયોગ ત્વચાને ચમકદા ર બનાવવા માટે કરવામાં આવે છે.
ચણાના લોટમાં રહેલા ગુણો ત્વચા પર જામેલ ટેનિંગને ઘટાડવામાં મદદ કરે છે. ત્વચા પર થતી કોઈ પણ સ્કિન એલર્જીને થતી અટકાવવામાં ખુબ જ મદદ કરે છે.
સૌથી પહેલા એક બાઉલ લો તેમાં 2 થી 3 ચમચી ચણાનો લોટ નોખો. જેમાં 2 થી 3 ચમચી કાચુ દૂધ અને 2 ચપટી હળદર નાખો. ત્યારબાદ તેમે તેમને સારી રીતે તેને મિક્સ કરી લો.
આ તૈયાર કરેલી પેસ્ટને તમે કાળી પડેલ કોણીના ભાગ પર લગાવો. ઓછામાં ઓછી 15 થી 20 મિનીટ સુધી લગાવી રાખો. ત્યારબાદ તમે તેને કપડા વડે સાફ કરી લો. પાણીથી સાફ કર્યા પછી હેન્ડ મોઈશ્ચરાઈઝનો ઉપયોગ કરો.