દૂધી સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ગુણકારી છે. આનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે. આવો જાણીએ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે દૂધીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઇએ.
- પોટેશિયમ - સોડિયમ - પ્રોટીન - આયર્ન - વિટામિન ઇ
દૂધના જ્યૂસ હાર્ટ માટે ફાયદાકારક હોવાની સાથે સાથે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે. આને પીવાથી એલડીએલ એટલે બેડ કોલેસ્ટ્રોલની માત્રા ઘટે છે.
કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડવા માટે તમે દૂધીના શાકનું સેવન કરી શકો છો. આને ખાવાથી શરીરમાં જામેલું ફેટ ઘટવાની સાથે સાથે લોહીમાં રહેલું કોલેસ્ટ્રોલ પણ સરળતાથી દૂર થાય છે.
દૂધીનો સૂપ બનાવીને પીવાથી શરીરમાં જમા થયેલી ચરબી ઓગળે છે, એટલું જ નહીં આને પીવાથી જમા ગંદકી અને કોલેસ્ટ્રોલ પણ ઘટે છે. તેને પીવા માટે ઉકાળીને તેમાં સીધવ મીઠું મિક્સ કરીને પી શકો છો.
દૂધીની સ્મૂધી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. આને પીવાથી તમને હાર્ટ કોલેસ્ટ્રોલની સમસ્યા ઘટી શકે છે. આ માટે સ્મૂધીમાં જીરું પાવડર અથવા સંચળ મિક્સ કરીને પીવો.
કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે તમે દૂધીના રસની સાથે પાલકના રસને મિક્સ કરીને પી શકો છો. આને પીવાથી લોહીમાં જમા ગંદકી નીકળવાની સાથે સાથે હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા પણ ઘટે છે.