વિટામિન-E કેપ્સૂલ અનેક વિટામિન્સના ગ્રુપથી બને છે. જે એન્ટી ઑક્સિડેન્ટ્સથી ભરપુર હોય છે અને શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવે છે. એવામાં ચાલો વિટામિન E કેપ્સૂલને વાળોમાં લગાવવાની યોગ્ય રીત જાણી લઈએ ....
જો તમે નેચરલ રીતે કાળા અને મજબૂત વાળ મેળવવા માંગતા હોવ તો, વિટામિન E કેપ્સૂલમાં ઑલિવ ઑઈલ મિક્સ કરીને વાળમાં લગાવી શકો છે. આ નુસખાથી સ્પિલ્ટ એન્ડ્સથી પણ રાહત મળે છે. આ કેપ્સૂલથી વાળને પોષણ મળે છે.
અનેક લોકો ખરતા અને પાતળા વાળની સમસ્યાથી પરેશાન હોય છે. જેનાથી છૂટકારો મેળવવા માટે નારિયેળના તેલમાં વિટામિન E કેપ્સૂલ મિક્સ કરીને ઉપયોગ કરી શકો છે. આ મિશ્રણથી સ્કેલ્પમાં બ્લડ સર્ક્યૂલેશન સુધરવા સાથે PH લેવલ, સીબમ પ્રોડક્શન વગેરેમાં બેલેન્સ જળવાઈ રહે છે.
જો તમે ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન હોવ, તો સપ્તાહમાં બે વખત ટી ટ્રી ઑઈલ અને વિટામિન ઈ કેપ્સૂલનો ઉપયોગ કરી શકો છે. આ મિશ્રણને તમારા વાળમાં લગભગ 2-3 કલાક સુધી લગાવીને રાખો. જેનાથી ડેન્ડ્રફની સમસ્યાથી છૂટકારો મળે છે.
વાળને સૉફ્ટ અને ગ્લોઈંગ બનાવવા માટે તમે એલોવેરા જેલમાં વિટામિન-ઈ મિક્સ કરી શકો છો. જેનાથી તમારા વાળ મોઈશ્વરાઈઝ રહેશે અને જરૂરી પોષણ પણ મળશે. આ નુસખાથી તમારા વાળ મજબૂત અને ગ્લો કરવા લાગશે.
ડેન્ડ્રફ અને ખણ આવવા જેવી સમસ્યાથી છૂટકારો મેળવવા માટે વિટામિન- E કેપ્સૂલમાં ઈંડા મિક્સ કરીને લગાવી શકો છે. જેનાથી સ્કેલ્પ મોઈશ્વરાઈઝ રહેશે અને નેચરલ ઑઈલ પ્રોડક્શનને કંટ્રોલમાં કરી શકાય છે.