ચહેરા પર પરફેટ સ્મિત લાવવા માટે દાંત સાફ હોવા ખૂબ જ જરૂરી છે. આ તકે દિવસમાં બે વાર બ્રશ કરવા છતાં દાંતની પીળાશ દૂર થતી નથી તો અમે તમને એક ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે સરળતાથી તમારા દાંતને સાફ કરી શકો છો.
દાંતની પીળાશ દૂર કરવા માટે સૌથી પહેલા નારિયેળના તેલમાં શુદ્ધ હળદરનો પાવડર મિક્સ કરો. હવે આ પેસ્ટને તમારા દાંત પર થોડીવાર રાખો.
હળદરની પેસ્ટને લગભગ 3-5 મિનિટ સુધી લગાવ્યા પછી તમારા દાંતને બ્રશ કરો.
દાંતને સાફ કરવા માટે સૌથી પહેલા એક બાઉલમાં એક ચપટી શુદ્ધ હળદર અને તેમાં થોડું મીઠું મિક્સ કરો.
ટૂથબ્રશને મીઠું અને હળદરની પેસ્ટમાં બોળીને દાંત પર હળવા હાથે ઘસો. આ પછી સામાન્ય પાણીથી મોંને સારી રીતે ધોઈ લો.
હળદરની પેસ્ટથી તમારા દાંત સાફ કર્યા પછી ટૂથપેસ્ટની મદદથી તમારા દાંતને ફરી એકવાર સાફ કરો. આનાથી દાંતની પીળાશ ઘણી ઓછી થશે.
તમારા દાંતને સફેદ અને ચમકદાર બનાવવા માટે તમે હળદરમાં સરસવનું તેલ પણ ઉમેરી શકો છો. આ માટે થોડી હળદરમાં સરસવનું તેલ મિક્સ કરો.
હવે આ પેસ્ટને આંગળીઓની મદદથી દાંત પર હળવા હાથે ઘસો. આ પેસ્ટનો ઉપયોગ કરવાથી થોડા જ દિવસોમાં દાંત સફેદ દેખાવા લાગશે.
આ ઉપાયોનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ ચોક્કસ લો, આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.