Aloe Vera For Face: સૂતા પહેલા ચહેરા પર લગાવો એલોવેરા, ચહેરા પર આવશે અદ્ભૂત ચમક


By Hariom Sharma03, Nov 2023 10:12 AMgujaratijagran.com

એલોવેરા

જો તમે આ તહેવારોની સીઝનમાં ચહેરા પર એક અલગ જ ચમક લાવવા માંગો છો તો તમે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. એલોવેરાં આપણી ચામડી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. એલોવેરા એ પ્રાકૃતિક રીતે તમારા ચહેરાની સુંદરતા વધારવામાં મદદ કરે છે.

એલોવેરાનાં ફાયદા

એલોવેરામાં એન્ટી બેક્ટેરીયલ, એંટી સોપ્ટિક અને એંટી ઓક્સિડંટ્સ જોવા મળે છે. ઉંપરાત એલોવેરામાં પૂરતા પ્રમાણમાં બી 1 , બી 2 , બી 6 તથા બી 12 જેવા વિટામીન આવેલા હોય છે. જેથી એલોવેરાનો ઉપયોગ નિયમિતરુપે કરવાથી ચામડી સંબધિત ઘણી સમસ્ચાઓથી બચી શકાય છે.

એલોવેરા અને હળદર

હળદર ચહેરા પરની ચમકતો વધારે જ છે પણ સાથે સાથે જે ખીલ થતા હોય છે તેને પણ અટકાવે છે. આ માટે તમે એલોવેરામાં મધ ,એક ચપટી હળદર અને સાથે બે ત્રણ ટીપાં ગુલાબ જળ ઉમેરો. હવે આ મિશ્રણને ચહેરા અને ગરદન પર 15 - 20 મિનિટ લગાવીને રાખો

એલોવેરા અને મધ

ચહેરા પરના સૂકાપણાને દૂર કરીને ચમકને પાછી લાવવા માટે તમે એલોવેરા અને મધના મિશ્રણનો ઉપયોગ કરી શકો છો. આ મિશ્રણને ચહેરા પર 15 - 20 મિનિટ લગાવીને રાખો.

You may also like

રાતે સૂતા પહેલા ચહેરા પર લગાવી શકો છો આ વસ્તુ, સવારે ખીલી ઉઠશે ચહેરો

ઝડપથી વજન ઘટાડે છે કરી પત્તા, આવી રીતે ખાવ

એલોવેરા અને વિટામીન ઈ કેપ્સુલ

વિટામીન ઈ કેપ્સુલ એ ચામડી માટે ખૂબ જ લાભદાયી છે. તમે એલોવેરામાં વિટામીન ઈ કેપ્સુલ ઉમેરીને ચહેરા પર લગાવી શકો છો. આ મિશ્રણને ચહેરા15 - 20 મિનિટ લગાવીને પછી પાણીથી ચહેરાને ધોઈ નાખો.

આવી અન્ય લાઈફસ્ટાઈલ સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ

આ ખાદ્યપદાર્થો તમારા લોહીને શુદ્ધ કરે છે, ચાલો જાણીએ