જાણો ચમકતી ત્વચા માટે ટામેટા કેટલા ફાયદાકારક છે?


By Bhavesh Chaudhary05, Sep 2024 03:58 PMgujaratijagran.com

ચમકતી ત્વચા

ખરાબ આહાર અને વધુ પડતા પ્રદૂષણને કારણે ત્વચાની ચમક ઓછી થઈ જાય છે. આવી સ્થિતિમાં ત્વચાની ચમક વધારવા માટે ટામેટાનો ઉપયોગ કરી શકાય છે. જાણો કઈ રીતે ઉપયોગ કરી શકાય છે?

નિષ્ણાંત અભિપ્રાય

બ્યુટિશિયન આશુ મેસીના જણાવ્યા અનુસાર, ટામેટામાં એન્ટી બેકટેરિયલ અને વિટામિન સી જેવા પોષક તત્વો મળી આવે છે, જે ચહેરાની ચમક વધારવામાં મદદ કરે છે.

તૈલી પદાર્થ દૂર થશે

ટોમેટા ત્વાચા પર લાગાવાથી તૈલી પદાર્થ ત્વચા પરથી દૂર થાય છે. આ ઉપરાંત ત્વચાના પીએચ સ્તરને પણ નિયંત્રણમાં રાખે છે.

ડેડ સ્કીનની સમસ્યા દૂર કરો

ટામેટા ડેડ સ્કિનની સમસ્યાને દૂર કરવા માટે તમે ટામેટાની પેસ્ટમાં ખાંડ મિકસ કરીને ચહેરો સ્ક્રબ કરી શકો છો.

ખીલની સમસ્યાથી છુટકારો મેળવો

ટામેટાની પેસ્ટ ખીલની સમસ્યાને દૂર કરે છે. આ માટે તમે અઠવાડિયામાં બે વાર ટમેટાની પેસ્ટનો ઉપયોગ કરી શકો છો.

ચહેરાની ચમક વધારો

ટોમેટો પેસ્ટ ચહેરાની ચમક વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે ચહેરા પરથી ડાઘ અને ફોલ્લીઓ દૂર કરવામાં મદદ કરે છે.

આ રીતે ઉપયોગ કરો

ટામેટાં, કાકડીનો અને ચંદનના રસને મિક્સ કરીને ચહેરા પર લાગાવી શકો છો.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Daily Habit: ઓશીકા નીચે મોબાઈલ રાખીને સૂવાથી શરીરને અનેક નુકસાન થાય છે, જાણી લો