લોકો વજન વધારવા માટે તમામ પ્રકારના ઉપાયો અજમાવે છે. એવામાં આપણે સોયાબીનના નુસખા વિશે જાણીશું, જેનાથી વજન વધવામાં સરળતા રહેશે.
સોયાબીન અનેક પોષક તત્વોથી ભરપુર હોય છે. જેના સેવનથી શરીરને એનર્જી મળે છે અને વજન વધવામાં પણ મદદ મળે છે. વજન વધવા માટે સોયાબીનનો આ રીતો ઉપયોગ કરી શકો છો.
વજન વધારવા માટે સોયાબીનને સ્પ્રાઉટ્સ સાથે ખાઈ શકો છો. ફણગાવેલ અનાજની સાથે સોયાબીનનું સેવન કરવાથી વજન ઝડપથી વધી શકે છે. જેનાથી શરીરને એનર્જી મળે છે અને મજબૂતી મળે છે.
જો તમને વજન વધારવા માંગો છો, તો સોયાબીનનું સેવન લંચ અથવા બ્રેકફાસ્ટમાં કરી શકો છો. જેનાથી દૂબળાપણાની સમસ્યામાંથી ઝડપથી છૂટકારો મળશે.
વજન વધારવા માટે સોયાબીન અને ઈંડાનું સેવન એક સાથે કરી શકો છો. જેનો ઉપયોગ સલાડ અથવા શાકભાજી તરીકે પણ કરી શકાય છે. સોયાબીનનો સલાડ બનાવવાના થોડી વાર પહેલા તેને પાણીમાં પલાળી દો.
સોયાબીન અને મગ સ્પ્રાઉટ્સનું સેવન પણ કરી શકાય છે. જેનાથી વજન ઝડપથી વધે છે. જેને બનાવવા માટે સોયાબીન અને મગને લગભગ 12-14 કલાક માટે પલાળીને રાખો અને મોર્નિંગમાં અથવા ઈવનિંગ સ્નેક્સ તરીકે પણ તેનું સેવન કરી શકો છો.
સોયાબીનનું સેવન ઉકાળીને પણ કરી શકાય છે. પલાળેલા મગ અને સોયાબીનને ઉકાળી બ્રેકફાસ્ટ તરીકે કરીને ખાઈ શકો છે. જેનાથી વજન ઝડપથી વધે છે.
સોયાબીન એક દિવસમાં 100 ગ્રામ સુધી જ ખાવા જોઈએ. જો એકવારમાં તમે આટલા સોયાબીન ના ખાઈ શકો, તો તેને થોડા-થોડા ભાગોમાં વિભાજિત કરીને પણ સેવન કરી શકો છો.