ચામડીને ચમકતી બનાવવા માટે આપણે બજારમા મળતા ઘણા બધા ફેસ પેકનો ઉપયોગ કરીએ છીએ. તમે ઘરેલૂ ઉપાયો તરીકે કેટલીક વસ્તુઓને ચહેરા પર લગાવી શકો છો. ચલો જાણીએ ચામડીમા ચમક લાવવા માટે ચોખાના લોટના ઉપયોગ વિશે.
સૌથી પહેલા 2 ચમચી ચોખાનો લોટનો લોટ લો. હવે તેમા સાદુ પાણી અને 4 થી 5 ટીપાં ગુલાબ જળ મિલાવીને પેસ્ટ બનાવી લો. પછી સાફ પાણીથી ચહેરો સાફ કરી લો.
ચોખાનો લોટ અને હળદર મિલાવીને ચહેરા પર લગાવવાથી તમને ચામડી સાથે સંકળાયેલી ઘણી સમસ્યાઓથી બચી શકાય છે. ચોખાના લોટમા 2 ચપટી હળદર મિલાવીને નાખો. હવે તેમા તાજી મલાઈ મિલાવીને પેસ્ટ બનાવી લો. તેને ચહેરા પર લગાવવો. 10 મિનિટ બાદ ચહેરાને ધોઈને નાખો.
ગાજરનો ફેસ પેક બનાવવા માટે તમે સૌથી પહેલા ગાજરને પીસી નાખો. તેના જ્યુસને નીકાળી લો. તેમા 1 ચમચી ચોખાનો લોટ અને 1 ચમચી મધ મિલાવો. તૈયાર પેસ્ટને 15 મિનિટ માટે ચહેરા પર લગાવો. પછી નોર્મલ પાણથી ચહેરો ધોઈ નાખો.
ચહેરાની અંદરની સફાઈ કરવા માટે તમે એલોવેરાનુ જેલ અને ચોખાના લોટને મિક્સ કરીને લગાવો. આ પેસ્ટને ચહેરા પર અળધા ક્લાક માટે લગાવો.
ફેસ પર જમા થયેલા વધારાના તેલને દૂર કરવા માટે ઓટ્સ અને મધ મિલાવીને લગાવો. તેને 15 મિનિટ ચહેરા પર લગાવીને ફેસને ધોઈ નાખો.