ડાયાબિટીસના દર્દીઓને એ ચા ક્યારેય ન પીવી જોઈએ, કારણ કે તેમાં ખુબ ખાંડનું પ્રમાણ હોય છે. તો હવે સવાલ એ આ દર્દીઓએ દૂધની ચાને બદલે કઈ ચા પીવી જોઈએ?
ડાયાબિટીસના દર્દીઓ સવારે સરગવાના પાનની ચા પી શકે છે. આ હર્બલ ટી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.
બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવું ડાયાબિટીસના દર્દી માટે ઘણું અઘરું થઈ પડે છે, કારણ એવી ઘણી વસ્તુઓ છે જેનાથી જડપથી સુગર વધે છે. જો કે આ હર્બલ ટી પીવાથી શુગર લેવલ ઘટાડી શકાય છે.
સરગવાના પાંદડામાં ઘણા પોષકતત્ત્વો મળી આવે છે, જે સુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે.
સરગવાના પાંદડાને સાફ કરીને તેને એક તપેલીમાં કાઢો. પછી તેમાં લગભગ દોઢ કપ પાણી રેડી ઉકાળો. તેને સારી રીતે ઉકાળી લીધા પછી તેમાં આદુ મિક્સ કરો.
સરગવાના પાંદડામાંથી બનેલી ચા પીવાથી પણ ડાયાબિટીસનું જોખમ ઘટી શકે છે. આ જ કારણ છે કે કોઈ પણ વ્યક્તિ આ હર્બલ ટી પી શકે છે
દૂધની ચા ડાયાબિટીસના દર્દી માટે ઝેર જેવું કામ કરે છે. આવી સ્થિતિમાં શુગર લેવલ ઘટાડવા માટે તમારે હર્બલ ટી પીવીજોઈએ
આવી આરોગ્ય સંબંધિત તમામ અપડેટસ માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.