વજન ઘટાડવા માટે પપૈયાનું આ રીતે સેવન કરો


By Smith Taral04, Sep 2024 03:38 PMgujaratijagran.com

વજન ઘટાડવું છે, પણ સ્ટ્રીક્ટ ડાયટિંગ અને હેવી જીમ સેંશન્સથી કંટાળી ગયા છો? તો પપૈયું તમારી સમસ્યાનું સરળ ઉકેલ બની શકે છે. આ સ્વાદિષ્ટ ફળમાં લો કેલરી હોય છે સાથે તે પોષક તત્ત્વોથી ભરપૂર છે, જે તમને હેલ્ધી રીતે વજન ઓછું કરવામાં મદદ કરે છે.

નાસ્તામાં પપૈયું

પપૈયું તમારા દિવસની શરૂઆત કરવા માટે બેસ્ટ લો કેલરી નાસ્તો બની શકે છે જે તમને દિવસભર એનર્જેટીક રાખે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

પપૈયાનો રસ

પપૈયાનો રસ શરીરની ચરબી ઘટાડવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે, સાથે જ એ આપના પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે, જેથી પેટને રાહત આપે છે.

દહીં સાથે પપૈયું

દહીં સાથે પપૈયાનો કોમ્બીનેશને સ્વાદિષ્ટ પણ છે અને લો ફેટ ડાયેટ માટે પણ પરફેક્ટ છે અને આપના વજનને ઘટાડવામાં ફાયદાકારક છે.

દૂધ સાથે પપૈયું

જો તમે હેવી બ્રેકફાસ્ટ કરવા માંગતા હોવ તો પપૈયા અને દૂધનું આ કોમ્બીનેશન તમારી માટે બેસ્ટ છે આ તમારુ પેટ લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને બિનજરૂરથી ચરબી વધવાથી પણ બચાવે છે.

Coconut Oil for Hair: વાળના વિકાસ વધારવા માટે, નાળિયેર તેલમાં આ કેટલીક વસ્તુઓ ઉમેરો