વાળની સંભાળમાં નાળિયેર તેલને પ્રાચીન સમયથી ઉપયોગમાં લેવામાં આવે છે, પરંતુ જો તમે તેમાં કેટલીક કુદરતી વસ્તુઓ ઉમેરો છો વાળનો ઝડપથી વિકાસ થઈ શકે છે. આ ઉપચાર સરળ છે અને વાળને મજબૂત, લાંબા અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.
નાળિયેર તેલમાં ઈંડું મિક્સ કરીને વાળમાં લગાવવાથી, વાળ મજબૂત બને છે અને તેમાં જાડા બને છે, કારણ કે ઈંડામાં રહેલા પ્રોટીન અને બાયોટિન વાળના વિકાસ માટે ઉત્તમ છે.
2 ચમચી નાળિયેર તેલમાં ઈંડું સારી રીતે મીક્સ કરી લો અને માથાની ચામડી અને વાળમાં લગાવો, 20 મિનિટ પછી પાણીથી ધોઈ લો.
મેથીના દાણાને નારિયેળના તેલમાં પલાળી રાખી લગાવવાથી વાળ વધે છે અને વાળ ઝડપથી ઉગે છે, કેમ કે મેથીમાં પ્રોટીન અને નિકોટિનિક એસિડ ભરપૂર હોય છે.
મેથીના દાણાને નાળિયેર તેલમાં પલાળી રાખો, તેલને ગાળી લો અને પછી વાળમાં લગાવી દેવું.
નાળિયેર તેલમાં એરંડાનું તેલ ભેળવીને લગાવવાથી, વાળ સોફ્ટ અને ચમકદાર બને છે, અને વાળની લંબાઈમાં વધારો થાય છે.
સરખી માત્રામાં નાળિયેર અને એરંડાનું તેલ મિક્સ કરો, તેને હળવું ગરમ કરો, અને ઠંડું થયા બાદ રાત્રે તે તેલથી માલિશ કરો.