મુલતાની માટીમાં આ વસ્તુઓ મિક્સ કરીને લગાવો, ખીલ થશે દૂર


By Sanket M Parekh29, Nov 2023 03:52 PMgujaratijagran.com

એલોવેરા જેલ મિક્સ કરો

આ માટે એક બાઉલમાં 2 ચમચી મુલતાીન માટી નાંખો. હવે તેમાં 2 ચમચી એલોવેરા જેલ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો.

ફેસ પેક એપ્લાય કરો

આ પેકને ચહેરા પર લગભગ 15 મિનિટ માટે લગાવીને રાખ્યા બાદ નૉર્મલ પાણીથી ફેસ વૉશ કરી લો. આમ કરવાથી ખીલની સમસ્યા દૂર થાય છે અને ચહેરો ચમકી ઉઠે છે.

ગુલાબ જળ મિક્સ કરો

ખીલ ઓછા કરવા માટે તમે મુલતાની માટીમાં ગુલાબ જળ મિક્સ કરી શકો છે. જેને લગાવવાથી ચહેરા પર નેચરલ ગ્લો આવે છે.

ફેસ પેક બનાવો

આ માટે બે ચમચી મુલતાની માટીના પાવડરમાં જરૂરિયાત મુજબ ગુલાબ જળ મિક્સ કરો. હવે તેને ચહેરા પર સારી રીતે એપ્લાય કરો.

પેસ્ટ ચહેરા પર લગાવો

પેસ્ટને લગભગ 15 મિનિટ સુધી ચહેરા પર લગાવીને રાખ્યા બાદ સાદા પાણીથી ફેસ વૉશ કરી લો. જેનાથી જલ્દી ખીલ દૂર થાય છે.

હળદર મિક્સ કરો

ખીલને દૂર કરવા માટે મુલતાની માટીમાં થોડી હળદર મિક્સ કરી દો. હવે તેમાં મધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો.

ચહેરા પર લગાવો પેક

આ પેકને ચહેરા પર લગભગ 20 મિનિટ સુધી લગાવીને રાખો. જે બાદ નોર્મલ પાણીથી સ્કિન સાફ કરો. આવું અઠવાડિયામાં બે વખત કરવાથી ખીલ ખતમ થવા લાગે છે.

સંતરાની છાલ ન ફેંકો, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક