સંતરાની છાલ ન ફેંકો, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક


By Hariom Sharma29, Nov 2023 03:42 PMgujaratijagran.com

સંતરાનુ સેવન

સંતરાનુ સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તેની છાલ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી હોય છે.

સંતરાની છાલમા પોષકતત્વો

તેમા વિટામિન સી ભરપૂર માત્રામા હોય છે. તેમા ફાઈબર, પ્રોટીન,સોડિયમ અને પોટેશિયમ જેવા પોષકતત્વો પણ રહેલા હોય છે.

ચામડી માટે ફાયદાકારક

સંતરાની છાલ ચામડી માટે ફાયદાકારક છે. સંતરાની છાલના ઉપયોગથી ચહેરા પરના ખિલ અને દાગ દૂર થાય છે.

રોગપ્રતિકારક શક્તિમા વધારો

સંતરામા વિટામિન સી ભરપૂર માત્રામા જોવા મળે છે. તેના છાલની ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિમા વધારો થાય છે. આ ઉપરાંત તેને શાકભાજીમા નાખીને પણ ખાઈ શકો છો.

You may also like

વિટામિન ઈની કેપ્સુલ લગાવો, નહીં ખરે એક પણ વાળ

શિયાળામાં તડકામાં બેસવાથી થઈ શકે છે આ રોગ

વજનને ઓછુ કરે

જો તમે વજનને ઓછુ કરવા માંગો છો તો તમે સંતરાની ચા પીવાથી વજન ઓછુ થઈ શકે છે. તેનાથી વજન ઝડપથી ઓછુ થાય છે.

ફેફસાને શુઘ્ઘ રાખે

ફેફસાને શુઘ્ઘ રાખવા માટે સંતરાની છાલનુ સેવન કરવુ જોઈએ. તેનાથી ફેફસામા ચેપ થવાની સમસ્યાથી છૂટકારો મળી શકે છો.

વાળ માટે ફાયદાકારક

સંતરામા ઘણા પોષકતત્વો રહેલા છે. તેના ઉપયોગથી વાળમા ચમક આવે છે અને વાળ પણ ખરવાના બંધ થાય છે.

આવી અન્ય લાઈફસ્ટાઈલ સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ

આ કારણે વાળમા થાય છે ખોડાની સમસ્યા