ઉનાળામાં ચહેરા પર મુલતાની માટી કેવી રીતે લગાવવી?


By Smith Taral16, Apr 2024 11:02 AMgujaratijagran.com

મુલતાની મા઼ટીની પ્રકૃતિ ખૂબ ઠંડી હોય છે માટે ઉનાળામાં તેનો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક રહે છે. ખાસ કરીને ત્વચા પર પર લગાવવાથી તેના અદ્ભુત ફાયદો મેળવી શકાય છે. ચાલો જાણીએ તેના ઉપયોગ વિશે

ટેન દૂર કરો

ઉનાળામાં ટેનિંગ સૌથી મોટી સમસ્યા રહેતી હોય છે, આનાથી જો તમે છુટકારો મેળવવા માંગતા હોવ મુલતાની માટીમાં ચંદન અને ટામેટાંનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવો પછી તેને સુકાવી દઈ સાદા પાણીથી ધોઈ લો.

શુષ્ક ત્વચા માટે

જો ત્વચા શુષ્ક હોય તો તમે મુલતાની માટીને કાચા દૂધમાં મિક્સ કરીને લગાવો, ત્વચા સ્વચ્છ અને મોઇશ્ચરાઇઝ્ડ રહે છે

ત્વચાને ઠંડુ કરો

ઉનાળામાં ત્વચાને ઠંડક આપવા માટે તમે મુલતાની માટીમાં ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો. તેનાથી ત્વાચાને ઠંડક મળશે

પિમ્પલ્સમાં રાહત

જો તમે પિમ્પલ્સથી પરેશાન હોવ તો મુલતાની માટી તમારી માટે ઘણી ફાયદાકારક છે, આ માટે મુલતાની માટીમાં લીંબુના રસમાં ભેળવીને 15 મિનિટ સુઘી લગાવી રાખો અને પછી સાદા પાણીથી ધોઈ લો.

ચમકતી ત્વચા

મુલતાની માટી, ગુલાબજળ અને ચંદન મિક્સ કરીને ચહેરા પર લગાવાથી તમે ચહેરાનો નેચરલ ગ્લો પાછો લાવી શકો છો.

સ્વચ્છ ત્વચા

બહાર જવાથી તમારો ચહેરો ધુળ માટી અને પ્રદુષણના લીધે ખરાબ થાય છે, માટે તેને સાફ કરવા મુલતાની માટી ખૂબ જ ફાયદાકારક રહે છે. જો ત્વચામા ઓઈલી થઈ જાય તો તમે હોય તો તમે મુલતાની માટીમાં દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવો.

રામ નવમીના તહેવાર પર તમારા પ્રિયજનોને આ શુભેચ્છાઓ અને અભિનંદન સંદેશાઓ મોકલો