જો તમે પણ શરદી-ઉધરસની સમસ્યાથી પીડિત હોવ, તો બચવા માટે તમે મૂલેઠીનું સેવન કરી શકો છો. તો ચાલો મૂલેઠીના સેવન કરવાની રીત પર એક નજર નાંખીએ....
મૂલેઠીની અંદર પુરતા પ્રમાણમાં કેલ્શિયમ, પ્રોટીન અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ મનાય છે. મૂલેઠી ખાવાથી શરદી-ઉધરસની સમસ્યામાં રાહત મળી શકે છે.
શરદી-ઉધરસની સમસ્યાથી બચવા માટે તમે મૂલેઠીની ચા પી શકો છે. આવી ચા બનાવવા માટે તમારે પાણીની અંદર મૂલેઠીના મૂળને નાંખવાના રહે છે. જે બાદ આ પાણીને ઉકાળો અને ગાળી લો. તમારી ચા તૈયાર છે.
શરદી-ઉધરસથી બચવા માટે મૂલેઠીનું પાણી પણ ખૂબ જ ફાયદેમંદ મનાય છે. આ ઘરેલુ નુસખા માટે તમારે એક ગ્લાસ પાણીમાં મૂલેઠીના મૂળને આખી રાતે પલાળીને રાખવાનું છે. જે બાદ સવારે ઉઠીને આ પાણી પી જવાનું રહેશે.
મૂલેઠીના પાવડરને પાણીમાં મિક્સ કરીને ડાયરેક્ટ પણ પી શકો છો. જો તમને તેનો ટેસ્ટ પસંદ ના પડે, તો આ પાણીમાં મધ પણ મિક્સ કરી શકો છો. જણાવી દઈએ કે, મૂલેઠીના ઉપયોગથી કફની સમસ્યાથી પણ બચી શકાય છે.