ખસખસના દાણામાં અનેક પોષક તત્વો મળી આવે છે. દરરોજ દૂધ સાથે તેનું સેવન કરવાથી શરીરને અનેક લાભ થાય છે. ખસખસના દાણાથી થનારા ફાયદા વિશે અમારા એક્સપર્ટ ડૉ સુગીતા મુટરેજા પાસેથી જાણીએ...
ખસખસના દાણામાં રહેલ જિંક અને વિટામિન-એ આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ મનાય છે. જેમાં રહેલ એન્ટી ઑક્સિડેન્ટ્સ આંખોની રોશની વધારે છે.
વજન વધારવા માટે ખસખસના દાણાનો ઉપયોગ કરી શકાય છે. 9 ગ્રામ ખસખસમાં 46 કેલેરી હોય છે. આ સાથે જ તેમાં ફેટ અને કાર્બ્સ પણ હોય છે. રાતના સમયે ખસખસના દાણાને દૂધ સાથે પીવાથી વજન વધશે.
ખસખસના દાણા ખાવાથી સ્ટ્રેસ ઓછો થાય છે. જેમાં રહેલ એન્ટીડિપ્રેસેન્ટ ગુણ તણાવ ઘટાડે છે. રાતે સૂતા પહેલા તેનું સેવન કરવાથી ફાયદો મળશે.
પાણીની કમીના કારણે બૉડી ડિહાઈડ્રેટ થવા લાગે છે. જેના કારણે પેટમાં બળતરાની સમસ્યા થઈ શકે છે. એવામાં ખસખસના દાણાનું સેવન કરો. જેની તાસીર ઠંડી હોય છે, જેનાથી પેટને આરામ મળશે.
ખસખસના દાણાને પલાળીને ખાવાથી ડાયઝેશન સિસ્ટમ મજબૂત બને છે. આ સાથે જ તે કબજિયાતમાં રાહત અપાવે છે. જેમાં ફાઈબર મળી આવે છે, જે પેટ સાથે સંકળાયેલી સમસ્યા માટે ફાયદેમંદ મનાય છે.