વાળનો ગ્રોથ વધારવા માંગો છો આ રીતે કરો મેથીનો ઉપયોગ


By Smith Taral02, Mar 2024 01:08 PMgujaratijagran.com

હેયર માસ્ક

2-3 ચમચી મેથીના દાણાને ઓવરનાઈટ સુધી પલાળી લો અને તેને મીક્ષરમાં પીસી લો. આ તૈયાર પેસ્ટને તમારા માથાના સ્કાલ્પ લગાવો. 30 મિનીટ રાખ્યા પછી તેને શેમ્પુથી ધોઈ લો

ગરમ પાણીમાં ઉકાળો

2 ચમચી મેથીના દાણાને 10 મિનીટ પાણીમાં ઉકાળો, પછી તેને ઠંડુ કરી શેમ્પુ કર્યા પછી તે પાણીથી ધોઈ લો.

હેયર ગ્રોથ

મેથીના દાણા, દહીં અને મધને મીક્સ કરી પેસ્ટ બનાવી લો, હવે આને સ્કાલ્પ પર 30 મિનીટ સુધી લગાવીને રહેવા દો, પછી તેને પાણીથી સારી રીતે ધોઈ લો

કન્ડીશનીંગ

અડધા કપ નારીયેળના દુધમાં 1 ચમચી મેથીના દાણાને ઓવરનાઈટ પલાળી લો, સવારમાં તેને મીક્ષરમાં પીસી પેસ્ટ બનાવી તેને કન્ડીશનરની માફક સ્કાલ્પ પર લગાવી લો. 20 મિનીટ પછી પાણીથી ધોઈ લો

ધીરજ રાખો

મેથીના લીધે વાળને ઘણા લાભ મળે છે, પણ બધાના પરિણામનો સમય અલગ હોઈ શકે છે માટે ધીરજ રાખવી અને આનો ઉપયોગ કરતા રહેવું.

પેટ્ચ ટેસ્ટ

આગળ જણાવેલ કોઈ પણ પેસ્ટ લગાવતા પહેલા, માથાના નાના ભાગમા લગાવીને પેટ્ચ ટેસ્ટ કરી લેવો. આનાથી તમે જાણી શકશો કે તમને કોઈ એલર્જીક રીએક્શન તો નથી.

ડાયેટ

મેથીનુ સેવન કરવાથી પણ તમારા વાળનું સ્વાસ્થ્ય સારુ બને છે, કારણ કે તેમા મહત્વના પોષકતત્વો રહેલા હોય છે.

આ વૈજ્ઞાનીક ઢબે વજન ઘટાડો મળશે ઝડપી પરિણામ