તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેનો ઉપયોગ હેલ્દી નાસ્તા તરીકે થાય છે.
તેમાં અખરોટ,કાજુ,બદામ તેમજ અન્ય ડ્રાય ફ્રૂટ્સ કરતા વધું પોષણ મૂલ્ય છે.
તેને વજન ઘટાડવામાં પણ ઉપયોગ કરી શકાય છે. વજન ઘટાડવા માટે તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ અમે જણાવીશું.
વજન ઘટાડવા માટે સવારે તેનું સેવન કરો.આ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેથી તમે વારંવાર ખાવાનું ટાળી શકો છો.
દિવસમાં એક મુઠ્ઠી મખાના ખાવાથી ઘણા સ્વાસ્થ્ય સંબંધિત ફાયદ થશે અને વજન ઓછું કરવામાં સરળતી રહેશે.
ઘણા લોકોને મખાનાને શેકીને તેમાં મીઠું નાખીને ખાવાની ટેવ હોય છે.પરંતુ વજન ઘટાડવા માટે તેને શેક્યા વગર ખાવ.
સૈચુરેટેડ ચરબીની માત્રા ઓછી હોવાને કારણે તે શરીર માટે આરોગ્યપ્રદ માનવામાં આવે છે.
તેનો ગ્લોયસેમિક ઇન્ડેક્સ ઓછો છે જેના કારણે બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે.
જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત આવા વધુ સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.