આ દેશી હોમમેઇડ શેમ્પૂ વધારશે તમારો હેયર ગ્રોથ, આજે જ બનાવો


By Smith Taral30, Mar 2024 03:57 PMgujaratijagran.com

સુંદર અને લાંબા વાળ કોને પસંદ નથી હોતા, અને આની માટે આપણે કેટલા અવનવા તેલ અને શેમ્પૂનો ઉપયોગ કરીએ છીએ. આજે આપણે માર્કેટમાં મળતા આ તેલ અને શેમ્પુથી અલગ અસરકારક દેશી શેમ્પુ બનાવતા શીખીશું જે હેયર ગ્રોથમાં મદદ કરી શકે

એક્સપર્ટનો અભિપ્રાય

કોસ્મેટોલોજિસ્ટ અને હેર એક્સપર્ટ યામિનીજીએ ખાસ શેમ્પૂ બનાવાની રીત જણાવે છે, જેનાથી વાળ લાંબા અને ઘટ્ટ બને છે.

સામગ્રી

1 તપેલી, 1 વાટકી -શિકાકાઈ, 1 વાટકી રીઠા, 1 વાટકી સૂકી ગૂસબેરી, 1 ટેબલસ્પૂન- મેથી, ટેબલસ્પૂન – કલોંજી, 1 લિટર પાણી

સ્ટેપ 1

એક તપેલીમાં આગળ જણાવવામાં આવેલી બધી વસ્તુઓને પાણીમાં આખી રાત પલાળી રાખો.

સ્ટેપ -2

સવારે તે પાણી બિલકુલ કાળું થઈ જશે, આ પાણીને ધીમાં ગેસ પર ½ મિનિટ સુધી ઉકળવા દો.

સ્ટેપ -3

તેને ઠંડુ થવા દો અને તેને હાથ વડે સારી રીતે મેશ કરી લો. હવે તેને ગાળીને કાચની બોટલમાં ભરી લો. આને તમે રૂમ ટેમરેચર પર 15 દિવસ માટે અને રેફ્રિજરેટરમાં 1 મહિના સૂધી સ્ટોર કરી શકો છો.

સ્ટેપ -4

એક કપમાં શેમ્પુ લઈ માથામાં માલિશ કરતા હોય તેમ આખા વાળમાં લગાવો. તમે તેને અઠવાડિયામાં બે વાર લગાવી શકો છો.

હોમમેઇડ શેમ્પૂના ફાયદા

હોમમેઇડ શેમ્પુ લગાવવાનાં ઘણા ફાયદા મેળવી શકાય છે જેમ કે ગ્રે વાળ ઓછા થાય છે ,વાળ જાડા બને છે વાળને ખરતા અટકાવે છે અને વાળને નરમ બને છે.

સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો. આને લગતી અન્ય માહિતી માટે વાંચતા રહો ગૂજરાતી જાગરણ

આ 9 મજબૂત ગંધ રાખે છે સાપને દૂર