જો તમારા ઘરની આસપાસ જંગલ જેવો વિસ્તાર હોય, અને સાપનો ભય રહેતો હોય તો આ કેટલીક વસ્તુઓનો ઉપયોગ તમે કરી શકો છો જેની ગંધથી સાપને ઘરમાં પ્રવેશવાથી અટકાવી શકાય છે. ચાલો જાણીએ કઈ છે એ વસ્તુઓ
તજ અથવા લવિંગના તેલની ગંધ સાપને પસંદ નથી, આની મદદથી તમે સાંપને દૂર ભગાડી શકો છો
મેરીગોલ્ડ્સ આલ્ફા-ટેર્થિએનિલ છોડે છે જે મોટાભાગના સાપને પસંદ નથી.
તુલસીની સુગંધ સાપ, માખીઓ અને મચ્છરોને ભગાડી શકે છે.
પેપરમિન્ટ ઓઈલ પર સાપને ભગાડવાનું કામ કરે છે, જેનાથી તેઓને શિકાર શોધવાનું મુશ્કેલ બને છે.
ધુમાડો કરીને પણ સાપને ભગાડી શકાય છે. તેની કોઈપણ તીવ્ર ગંધ સાપને દૂર રાખે છે.
સાપને લસણની ગંધ ગમતી નથી. તે બધા જીવજંતુઓને મારી નાખે છે,જે સાપ ખાય છે.
નેપ્થાલિન અથવા મોથબોલ્સમાં રહેલું રસાયણ સાપને દૂર ભગાડે છે.
વિનેગરને પણ સાપ ને ભગાડવા માટે કારગર છે, તે એક એસિડિક પદાર્થ છે.