ટેન્ડર ચિકન ટુકડાઓ ક્રીમી ટમેટાની પ્યુરી સાથે બનાવામાં આવે છે, નોન- વેજ લવરમાં આ ડીશ ખૂબ પ્રખ્યાત છે.
આ વાનગીનો નામ તો તમે ઘણી વાર ફિલ્મોમાં સાંભળ્યું જ હશે, આ પંજાબમાં ખૂબ ખવાતી એક પરંપરાગત સ્વાદિષ્ટ ડીશ છે, જે સરસવના ગ્રીન્સ અને કોર્નમીલ ફ્લેટબ્રેડથી બનાવામાં આવે છે.
મસાલેદાર વાનગીમાં કોઈ નામ પહેલા આવતું હોય તો એ છે છોલે ભટુરે, આમાં મસાલેદાર ચણાને મેદાની ફૂલકા પૂરી સાથે પીરસવામાં આવે છે.
દાળ મખાની ખૂબ હેલ્થી અને હેવી પંજાબી ડીશ છે, જેને ક્રીમી સોસમાં ધીમા તાપે દાળને રાંધવામાં આવે છે પછી તેમાં પુષ્કળ માખણ અને મસાલાઓ ઉમેરવામાં આવે છે.
પનીર ટિક્કા પણ પંજાબી ડીશ માં ઘણી પસંદ કરવામા આવે છે શેકેલા પનીરને મસાલાવાળા દહીંંમાં મેરીનેટ કરીને ડુંગળી અને ચટણી સાથે પીરસવામાં આવે છે.
ચણાના લોટના ભજિયાને સાથે દહીં અને મસાલા ઉમેરી કઢી પકોડા બનાવામાં આવે છે.
પંજાબમાં.નાસ્તામાં ખાવામાં આવતા આલુ પરોઠા પણ ચટણી અને અથાણાં સાથે ખાવામાં ઘણાં ટેસ્ટી લાગે છે. આખા ઘઉંના લોટની રોટલી બનાવી તેમાં, મસાલેદાર બટાકાનના સ્ટફિંગ સાથે તવા પર શેકવામાં આવે છે.
મસાલેદાર બેટરમાં મેરીનેટ કરેલી તળેલી ફિશ, અમૃતસરની એક ફેમસ ડીશ છે.