વાળને પોષણ પૂરુ પાડવાની સાથે શાઈની બનાવે છે ઈંડા, જાણો કેવી રીતે કરશો ઉપયોગ


By Sanket M Parekh14, Jun 2023 04:12 PMgujaratijagran.com

જરૂરી સામગ્રી

● 1 પાકુ કેળું ● એક ચમચી મધ ● 1 ઈંડુ

કેવી રીતે માસ્ક બનાવશો?

● એક પાકા કેળાને સારી રીતે મેશ કરી લો. ● હવે તેમાં એક ઈંડુ ફોડો ● છેલ્લે 1 ચમચી મધ મિક્સ કરી દો. ● હવે તમામ વસ્તુઓને સારી રીતે મીલાવી દો. ● લો હવે બની ગયો શાઈની વાળ માટેનું એગ માસ્ક

કેવી રીતે ઉપયોગ કરશો

● આ માસ્કને વાળના મૂળ અને ટીપ પર સારી રીતે લગાવી લો. ● અડધા કલાક બાદ શેમ્પુથી હેર વૉશ કરી લો ● વાળ ધોવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરો

આ માસ્કના ફાયદા

આ માસ્કના ઉપયોગથી તમારા વાળ મજબૂત બની જશે. ઈંડા વાળને સ્ટ્રોન્ગ બનાવવાનું કામ કરે છે.

વાળ મજબૂત બનશે

પાતળા વાળ દેખાવમાં સારા નથી લાગતા. ઈંડામાં વિટામિન-એ, ઈ અને બાયોટિન મળી આવે છે. જેથી તમારા પાતળા વાળ મજબૂત બને છે.

ડ્રાય સ્કેલ્પથી રાહત

ડ્રાય સ્કેલ્પના કારણે ખણ આવવાની સમસ્યા થઈ શકે છે. જો એવામાં તમે માથામાં ઈંડા, મધ અને કેળાની પેસ્ટ બનાવીને લગાવશો, તો આ તકલીફમાંથી છૂટકારો મળી શકે છે.

ખરતા વાળ

પ્રોટીનની કમીના કારણે વાળ ખરવા લાગે છે. ઈંડામાં ભરપુર પ્રોટીન મળી આવે છે, જેથી વાળની ખરવાની સમસ્યા ઓછી થઈ શકે છે.

વાળ લાંબા બનશે

લાંબા વાળ માટે તમે ઈંડાનો ઉપયોગ કરી શકો છો. ઈંડામાં પ્રોટીન મળી આવે છે, જે વાળને હેલ્ધી બનાવવાનું કામ કરે છે.

જથ્થાબંધ ફુગાવો મે મહિનામાં ઘટીને શૂન્યથી 3.48 ટકા નીચે આવ્યો