ઈંડાની છાલને ફેંકશો નહીં, સિલ્કી વાળ અને તેના ગ્રોથ માટે આ રીતે કરો ઉપયોગ


By Sanket M Parekh20, Oct 2023 04:53 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

ઈંડાની જેમ તેની છાલથી બનેલા હેર માસ્કનો ઉપયોગ કરવાથી વાળને પ્રોટીન મળે છે. જેનાથી વાળનો ગ્રોથ થાય છે અને તેને મજબૂત બનાવે છે. તો ચાલો તેના ફાયદા વિશે જાણીએ પૂજા ગોયલ પાસેથી....

વાળને સિલ્કી બનાવશે

ઈંડાની છાલથી બનેલ હેર માસ્ક વાળમાં લગાવવાથી તે સિલ્કી બને છે. જો તમારા વાળ બરછટ અને રફ હોય, તો સપ્તાહમાં બે વખત તેનો ઉપયોગ કરો.

જડમૂળથી મજબૂત બનાવશે

અનેક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી વાળના મૂળીયા નબળા થવા લાગે છે. એવામાં ઈંડાની છાલનો હેર માસ્ક બનાવીને સ્કેલ્પ પર લગાવો. જેનાથી વાળ જડમૂળથી મજબૂત બનશે અને ખરતા અટકશે.

વાળનો ગ્રોથ વધારશે

ઈંડાની છાલનું હેર માસ્ક વાળનો ગ્રોથ વધારે છે. જો તમારા વાળ પાતળા હોય, તો સપ્તાહમાં બે વખત આ હેર માસ્કનો ઉપયોગ કરો. જેનાથી વાળ મજબૂત બનવા સાથે ગ્રોથ પણ વધારે છે.

એક્સ્ટ્રા ઑઈલ નીકાળશે

ઈંડાની છાલથી બનેલા હેર માસ્કને વાળમાં લગાવવાથી એક્સ્ટ્રા ઑઈલ નીકળી જાય છે. જેનાથી વાળ ઑઈલી નથી હોતા.

કેવી રીતે બનાવશો

એક વાટકીમાં ઈંડાની છાલનો પાવડર અને દહી મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. હવે તેને વાળમાં લગાવો અને અડધા કલાક બાદ શેમ્પુથી ધોઈ લો.

કોઇલ કે અગરબત્તી છોડો, આ સુંદર છોડ ઘરમાં લગાવી મચ્છરને દૂર ભગાડો