લેમન ગ્રાસ મચ્છરોને ઘરમાં ઘૂસતા રોકે છે. આ છોડની તીવ્ર ગંથ મચ્છરોને ઘરની આસપાસ ફરકવા પણ નહીં દે.
તુલસીનો છોડ મચ્છરના લાર્વાને મારવાનું કામ કરે છે. આ સાથે જ બારીની નજીક તુલસીનો છોડ રાખવાથી ઘરની અંદર મચ્છર નથી ઘુસતા. આથી જ લોકોને ઘરના આંગણામાં જ તુલસીનો છોડ લગાવવાની સલાહ આપવામાં આવે છે.
લવન્ડરનો છોડ દેખાવમાં ખૂબ જ ખૂબસુરત હોય છે. આ છોડ મચ્છરોને ઘરમાંથી ભગાડે છે. જો કે તેને તડકાની આવશ્યક્તા હોવાના કારણે આ છોડને ઘરની બહાર લગાવવામાં આવે છે.
મચ્છર, માખી સહિત અન્ય કીડાને ઘરમાંથી ભગાડવા માટે લીમડો ઉત્તમ મનાય છે. જો તમારા ઘરની નજીક કોઈ પાર્ક છે, તો ત્યાં લીમડાનું ઝાડ જરૂર ઉગાડવું જોઈએ.
સિટ્રોનેલાને ઓડોમસ ટ્રીના નામથી પણ ઓળખવામાં આવે છે. સિટ્રોનેલા એક ઘાસ છે, જેને તમને તમારા વાડામાં લગાવી શકો છો. જેને લગાવવાથી મચ્છરો ઘરની આસપાસ ફરકવાની હિમત નહીં કરે.
ફૂદીનાના છોડને ઘરમાં ઉગાડવાથી મચ્છર નથી આવતા. ફૂદીનાનું તેલ અથવા મિન્ટ એક્સટ્રેક્ટ કીટનાશક દવા જેટલું અસરકારક હોય છે. આથી ઘરની બારીમાં ફૂદીનાનો છોડ રાખવો જોઈએ.