ડેન્ડ્રફ અને ખરતાં વાળથી છુટકારો મેળવવા માટે આ ટિપ્સ ફોલો કરો


By Vanraj Dabhi20, Oct 2023 04:36 PMgujaratijagran.com

વાળ ખરવા

ડેન્ડ્રફને કારણે માથાની ચામડીને નુકસાન થાય છે અને વાળના મૂળ નબળા પડી જાય છે, જેનાથી વાળ ખરવા લાગે છે.

ડેન્ડ્રફથી છુટકારો મેળવો

વાળ ધોવાના અડધા કલાક પહેલા કેટલાક તેલથી માલિશ કરવાથી ડેન્ડ્રફથી છુટકારો મેળવવામાં મદદ મળે છે, તે વાળને મજબૂત પણ બનાવે છે.

લીમડાનું તેલ

લીમડામાં બળતરા વિરોધી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે તેથી વાળ ધોવાના અડધા કલાક પહેલા લીમડાનું તેલ લગાવો, તેને થોડા દિવસો સુધી સતત લગાવવાથી તમને ફાયદો જોવા મળશે.

ટી ટ્રી ઓઈલ

એન્ટિમાઈક્રોબાયલ પ્રોપર્ટીઝથી ભરપૂર ટી ટ્રી ઓઈલ ડેન્ડ્રફ સામે લડવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે અને વાળની ​​ત્વચાને સ્વસ્થ બનાવે છે.

લેમન ઓઈલ

વાળ ધોતા પહેલા લેમન એસેન્શિયલ ઓઈલ લગાવો છો તો તે સારવારની જેમ કામ કરે છે અને ડેન્ડ્રફને દૂર કરવામાં મદદ કરે છે.

આમળાનું તેલ

આમળાનું તેલ ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે ખૂબ અસરકારક છે. આ સિવાય આમળા પાવડરનો માસ્ક પણ બનાવીને લગાવી શકાય છે.

આ ધ્યાનમાં રાખો

એવા તેલની પલંદગી કરો જે તમારા લાંબા, જાડા વાળ માટે યોગ્ય હોય. જો તમારી સ્કીન સેન્સીટીવ હોય તો પહેલા નિષ્ણાતની સલાહ લો.

ચહેરા પર ઘી લગાવવાથી ત્વચા ચમકદાર બને છે, ચાલો જાણીએ કેવી રીતે લગાવવું