સફેદ વાળને લઈને ચિંતીત છો ફક્ત 1 ચમચી કોફી છે તેનો ઉપાય


By Smith Taral12, May 2024 03:47 PMgujaratijagran.com

સફેદ વાળ કાળા થઈ જશે

કોઈ પણ વ્યક્તિને માથામાં સફેદ વાળ જોઈને ટેન્શન વધી જાય છે, સફેદ વાળથી દેખાવ પર ખરાબ અસર પડે છે. જો તમે પણ સફેદ વાળને લઈને ચિંતામાં રહેતા હોવ તો તમે આ કુદરતી રીત અપનાવી શકો છો.

કોફી પાવડર વાપરો

કોફી પાવડરનો ઉપયોગ કરીને તમે સફેદ વાળને કાળા કરી શકો છો, એટલુંજ નહીં પરંતુ વાળનો રંગ ઘાટો પણ બને છે. તે માટે એક ચમચી કોફી પાવડર પૂરતો છે.

કોફી લગાવવાની રીત

સફેદ વાળને કાળા કરવાની માટે કોફીમાં પાણી મિક્સ કરીને લગાવો. આવો જાણીએ તેની સ્ટેપ બાય સ્ટેપ રીત

કોફી પાવડરને 2 કપ પાણીમાં ઉકાળો

સૌથી પહેલા 2 કપ પાણી લઈ તેમાં કોફી પાવડર ઉમેરી તેને ઉકાળો. ત્યારપછી પાણીને થોડીવાર ઠંડુ થવા માટે રાખો.

અડધા કલાક માટે કોફીનું પાણી લગાવી રાખો

કોફીનું પાણી વાળમાં અડધા કલાક સુધી લગાવી રાખો, થોડા સમય સુધી આમ રાખ્યા પછી વાળને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

અઠવાડિયામાં એકવાર ઉપયોગ કરો

અઠવાડિયામાં એકવાર કોફીનું પાણી વાળમાં લગાવવું ફાયદાકારક છે, તેનો વધારે ઉપયોગ વાળને નુકસાન કરાવી શકે છે

સફેદ વાળ દેખાશે નહીં

આ રીતે અઠવાડિયામાં કોફીના પાણીના એક વાર ઉપયોગ કરવાથી તમને પરિણામ જોવા મળશે, અને માથા પર સફેદ વાળ ઓછા દેખાશે.

માટલામા રહેશે હવે ફ્રીજ જેવું ઠંડુ પાણી, બસ આ એક કામ કરો