કોફી પીવાથી શરીરને મળતા ફાયદા વિશે તો તમે સાંભળ્યુ જ હશે પણ આજે આપણે કોફીને વાળમા લગાવવાથી મળતા ફાયદા વિશે જાણીશુ.
જણાવી દઈએ કે કોફીમા એંટી ઓક્સિડેંટ્સ અને કંપાઉંડ હોય છે જેના કારણે તમારા વાળને વધવામા મદદ મળે છે. આ ઉપરાંત કોફી તમારા વાળને ખરવાથી પણ રોકે છે.
જણાવી દઈએ વાળ માટે કોફી ખૂબ જ ફાયદાકારક હોય છે, તેમા રહેલા એંટી ઓક્સિડેંટ્સના કારણે વાળના વિકાસમા ફાયદો મળે છે. કોફીના કારણે વાળમા નેચરલી ચમક અને સોફ્ટ બને છે. ચલો જાણીએ કોફીનો ઉપયોગ કંઈ રીતે કરવો જોઈએ.
તમે કોફીને એલોવેરાની સાથે ઉમેરી શકો છો. આ માટે તમે એલોવેરાના જેલમા કોફી ઉમેરીને વાળમા લગાવી શકો છો. કોફી અને એલોવેરાના જેલને વાળમા 30 થી 40 મિનિટ લગાવી રાખીને પછી તેને ધોઈ નાખો.
તમે કોફીને ઓલિવ તેલ સાથે મિક્સ કરીને વાળમા લગાવી શકો છો. આ મિશ્રણને વાળમા લગાવવાથી વાળ સ્વસ્થ અને ચમકદાર બને છે.
વાળની સંભાળ રાખવા માટે તમે દહીં અને કોફીનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે કોફી પાઉડર અને દહીંને મિલાવીને વાળમા લગાવો.
વાળમા મધ અને કોફીનો પાઉડર મિક્સ કરીને લગાવવાથી વાળ સ્વસ્થ રહે છે. આ માટે તમે કોફી અને મધનુ પેસ્ટ બનાવી લો ત્યાર બાદ તેને વાળમા લગાવો.