કૉફી પાવડરમાં પ્રાકૃતિક એક્સફોલિએટ ગુણ હોય છે. જે ડેડ સ્કિન સેલ્સને હટાવવામાં મદદ કરી શકે છે. સ્કિનથી ડેડ સેલ્સ દૂર થતાં જ ચહેરો નિખરી ઉઠે છે.
કૉફી પાવડરમાં રહેલ ગુણકારી પોષક તત્વો સ્કિનને ગ્લો આપવા અને હાઈપરપિગ્મેન્ટેશન ઓછું કરવામાં મદદ કરી શકે છે. તમે સ્કિન પર કૉફી પાવડરનો દરરોજ પણ ઉપયોગ કરી શકો છો.
કૉફીમાં બન્ને એન્ટી-ઈંફ્લેમેન્ટરી ગુણ હોય છે, જે સ્કિનમાં થઈ રહેલી બળતરા અને સોજા વગેરેની સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે.
એક નાની વાટકીમાં 1 ચમચી કૉફી પાવડર અને 2 ચમચી દહી મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર લગાવીને ધીમે-ધીમે મસાજ કરો. 15-20 મિનિટ સુધી રહેવા દીધા બાદ નોર્મલ પાણીથી ચહેરો ધોઈ નાંખો. જે બાદ મોઈશ્વરાઈજર લગાવો.
1 ચમચી કૉફી પાવડરને હુંફાળા ગરમ પાણીમાં મિલાવી દો. હવે તેમાં થોડી ખાંડ મિક્સ કરો, જેથી એક્સફોલિએશન થઈ શકે. આ મિશ્રણને ચહેરા પર લગાવો અને પછી હળવા હાથે મસાજ કરો. 10-15 મિનિટ બાદ ઠંડા પાણીથી ધોઈ નાંખ્યા બાદ મોઈશ્વરાઈઝર લગાવો.
કૉફી પાવડરને થોડા તેલ (ઑલિવ ઓઈલ અથવા કોપરેલ)માં મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને હળવા હાથે સ્ક્રબ કરો. 10-15 મિનિટ સુધી સ્ક્રબ કર્યા બાદ ઠંડા પાણીથી ધોઈ લો અને મોઈશ્વરાઈઝર લગાવો.