દરરોજ સવારે ડીપ બ્રીઝિંગ એક્સરસાઈઝ કરવાથી બ્લડ ફ્લો ઈમ્પ્રુવ થાય છે. જેના કારણે વધારેમાં વધારે ઑક્સિજન બ્લડની સાથે ટ્રાવેલ કરીને શરીરના દરેક અંગ સુધી પહોંચે છે. શરીરમાં ઑક્સીજનનું પૂરતું પ્રમાણ હોવાથી બૉડીનું એનર્જી લેવલ બૂસ્ટ થાય છે.
અસ્થમાની સમસ્યાથી આરામ મેળવવા માટે દરરોજ સવારે ખુલ્લી હવામાં બ્રીધિંગ એક્સરસાઈઝ કરવી ફાયદેમંદ છે. બ્રીધિંગ એક્સરસાઈઝ લંગ્સના ફંક્શનને ઈમ્પ્રુવ કરે છે, જેનાથી અસ્થમાના લક્ષણોને ઓછા કરવામાં મદદ મળે છે. અસ્થમાની સમસ્યામાં બ્રીધિંગની શરૂઆત ધીમે-ધીમે કરો. અચાનક ડીપ બ્રીધિંગ કરવાથી સમસ્યા વધી શકે છે.
દરરોજ સવારે બ્રીધિંગ એક્સરસાઈઝ કરવાથી બોડીમાં એન્ડોફિન રિલીઝ થાય છે, જે ગુડ હોર્મોનના નામથી પણ ઓળખાય છે. આ હોર્મોન બૉડી પેઈન ઓછું કરવામાં મદદ કરે છે. જેના કારણે દુખાવો ઓછો થતાં તમે રિલેક્સ ફીલ કરી શકો છો.
દરરોજ બ્રીધિંગ એક્સરસાઈઝ કરવાથી હાઈપરટેન્શનની સમસ્યા સારી થાય છે. દરરોજ સવારે સ્લો બ્રીધિંગ એક્સરસાઈઝ કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આ પ્રકારની એક્સરસાઈઝ કરવાથી હાર્મફૂલ ટૉક્સિન બૉડીથી બહાર નીકળી જાય છે, જેનાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા નથી થતી.
દરરોજ સવારે બ્રીધિંગ એક્સરસાઈઝ કરવાથી શરીરમાં ફ્રેશ ઑક્સિજન ઈનહેલ થાય છે. જેનાથી બ્લડ ઑક્સિનેટેડ રહે છે. લોહીમાં ઑક્સિજનનું ભરપુર પ્રમાણ હોવાથી ઈમ્યુનિટી સુધરે છે અને બૉડી સારી રીતે ફંક્શન કરે છે.
દરરોજ નિયમિત બ્રીધિંગ એક્સરસાઈઝ કરવાથી અનિન્દ્રાની સમસ્યામાંથી આરામ મળે છે. આ એક્સરસાઈઝની મદદથી શરીર શાંત અને સ્થિર રહે છે. જેનાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે.