દૂધ ઉકાળતી વખતે છલકાય જાય છે તો આ ટ્રીક અજમાવો


By Jivan Kapuriya19, Aug 2023 12:54 PMgujaratijagran.com

વારંવાર દૂધ ઉકળી જવું

શું તમે રસોડામાં સ્ટવ પર વારંવાર દૂધ ઉકળીને છલકાઈ જવાની સમસ્યાથી પરેશાન છો?

જાણો

જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો આ ટિપ્સની મદદથી તમે ઉકળતા દૂધને છલકાતું અટકાવી શકો છો.

ઘી લગાવો

દૂધ ઉકાળતા પહેલા તપેલીની ઉપરની બાજુએ ઘી લગાવો.આના કારણે દૂધ ઉકળશે નહીં અને છલકાશે પણ નહીં.

માખણનો ઉપયોગ કરો

ઘીની જગ્યાએ તમે દૂધ ગરમ કરતી વખતે તપેલીની ઉપરની ભાગમાં માખણ પણ લગાવી શકો છો.

કરછી રાખો

દૂધ ગરમ કરતી વખતે તપેલીમાં કરછી અથવા ચમચી રાખો, તેનીથી દૂધ ઉભરાશે નહીં.

શું છે તર્ક

ઉકળતા દૂધમાં કરછી નાખવાથી દબાણ વધે તે પહેલા જ વરાળને બહાર નીકળવાની જગ્યા મળી જાય છે અને તે ઉભરાતું અચકી જાય છે.

લાકડાનો સ્પેચુલા

લાકડાના સ્પેચુલાની મદદથી પણ દૂધને ઉભરાતું અચકાવી શકાય છે.

આ રીતે સ્પેચુલાનો ઉપયોગ કરો

દૂધ ગરમ કરવાના વાસણ ઉપર સ્પેચુલાને રાખવાથી દૂધ ઉભરાતું અચકી જાય છે.

પાણીનો છંટકાવ

દૂધ ગરમ કરતી વખતે જ્યારે ઉભરો આવે ત્યારે તેના પર પાણીનો છાંટવાથી પણ ઉભરો નીચે બેસી જાય છે.

પાણી નાખો

દૂધ ગરમ કરતા પહેલા તેમાં અડધો કપ પાણી નાખીને પછી ગરમ કરો એમ કરવાથી પણ દૂધમાં ઉભરો આવશે નહીં.

દૂધને ઢાંકીને ગરમ ન કરો

દૂધને ક્યારેય ઢાંકણ ઢાંકીને ગરમ ન કરો, તેનાથી દૂધમાં ઝડપથી ઉભરો આવે છે.

મોટા વાસણમાં ગરમ કરો

દૂધને ગરમ કરવા માટે હંમેશા મોટા વાસણનો ઉપયોગ કરો, જેમ કે 1 લીટર દોઢ લીટર કે 2 લીટર દૂધ ઉકાળી શકાય.

ધીમા તાપે ગરમ કરો

સૌપ્રથમ દૂધને મધ્યમ આંચ પર ઉકાળો અને ઉકળ્યા પછી તેને સિમ ફ્લેમ પર 5 થી 10 મિનિટ સુધી ઉકાળો.

વાંચતા રહો

ટિપ્સ ગમે તો લાઇક-શેર કરો અને આવી વધુ ટિપ્સ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઘરે રસોઈનો ગેસ બચાવવા માટેની ટિપ્સ