લાંબા વાળ માટે નારિયેળના દૂધનો ઉપયોગ કેવી રીતે કરવો, જાણો


By Vanraj Dabhi19, Apr 2025 11:04 AMgujaratijagran.com

હેર ગ્રોથ માટે નારિયેળના દૂધ

શું તમારા વાળ શુષ્ક, નિર્જીવ અને નબળા થઈ ગયા છે? વાળને સ્વસ્થ બનાવવા માટે નારિયેળનું દૂધ એક સારો કુદરતી ઉપાય છે.

કેવી રેતી ઉપયોગ કરવો

નારિયેળનું દૂધ વાળને સ્વસ્થ બનાવવામાં કેવી રીતે મદદ કરે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો, તે જાણીએ.

નારિયેળનું દૂધ અને એલોવેરા માસ્ક

નારિયેળના દૂધ અને એલોવેરા જેલનું મિશ્રણ લગાવવાથી માથાની ચામડી હાઇડ્રેટ થાય છે અને વાળનો વિકાસ થાય છે.

નારિયેળ દૂધ અને મેથીનો માસ્ક

પલાળેલી મેથીને પીસીને નારિયેળ સાથે મિક્સ કરીને વાળમાં લગાવવાથી ખોડો દૂર થાય છે અને વાળના મૂળને મજબૂત બનાવે છે.

નારિયેળ દૂધ અને મધનો માસ્ક

મધ અને નારિયેળના દૂધનું મિશ્રણ વાળમાં કુદરતી ભેજ જાળવી રાખે છે અને વાળનો ખરતો તે સૂકા અને ક્ષતિગ્રસ્ત વાળને સુધારે છે.

નારિયેળનું દૂધ અને આમળાનો માસ્ક

આમળા પાવડર અને નારિયેળના દૂધનું મિશ્રણ વાળ પર લગાવવાથી વાળનો વિકાસ ઝડપી થાય છે અને વાળને સફેદ થતા અટકાવે છે.

નારિયેળ દૂધ અને ઈંડાનો માસ્ક

ઈંડામાં રહેલું પ્રોટીન અને નારિયેળના દૂધનું પોષણ વાળને મજબૂત બનાવે છે. તેના ઉપયોગથી વાળ મજબૂત બને છે અને વાળ ખરતા અટકાવે છે.

માથાની ચામડી માલિશ કરો

નારિયેળના દૂધથી માથાની ચામડીની માલિશ કરવાથી માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણ વધે છે, જે વાળના વિકાસને વેગ આપે છે. તેના ઉપયોગથી વાળ લાંબા અને જાડા બને છે.

નારિયેળનું દૂધ કેટલું વાપરવું જોઈએ?

અઠવાડિયામાં 1 થી 2 વાર નારિયેળના દૂધના હેર માસ્કનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. આનાથી વાળ મજબૂત અને ચમકદાર બને છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Methi Paratha: સ્વાદિષ્ટ મેથીના પરાઠા કેવી રીતે બનાવશો