લવિંગમાં આવા ઘણા તત્વો મળી આવે છે, જે દાંતના દુખાવા સહિત અન્ય ઘણી સમસ્યાઓમાં ફાયદાકારક છે. ચાલો જાણીએ દાંતના દુખાવાથી છુટકારો મેળવવા લવિંગનો ઉપયોગ કેવી રીતે કરવો?
લવિંગ એ કુદરતી એન્ટીસેપ્ટિક છે. દાંતના દુખાવામાં તેને દાંત વચ્ચે દબાવી રાખવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે.
લવિંગ કુદરતી પેઈન કિલર છે. તેના એનાલજેસિક ઘટક અને બળતરા વિરોધી ગુણધર્મો પણ દાંતની આસપાસ સોજો ઘટાડવામાં મદદ કરે છે.
લવિંગના તેલમાં રું ને બોળીને દુખતા દાંત પાસે રાખવાથી દાંતના દુખાવામાંથી રાહત મળે છે. 2 લવિંગને ચાવવાથી પણ દાંતના દુખાવામાં રાહત મળે છે.
લવિંગ ખાવાથી માથાના દુખાવા સાથે કાન અને હાડકાંનો દુખાવો પણ મટે છે. દાંતના દુખાવાના કારણે શરીરના અન્ય ભાગોમાં પણ અસહજતા અનુભવાય છે.
માત્ર દાંતના દુખાવામાં જ નહીં પરંતુ ગેસ,અપચો,પેટ ફુલવા વગેરે સમસ્યામાં પણ રાહત આપે છે. લવિંગ તમારી પાચનક્રિયા સુધારવાનું કામ કરે છે.
સાંધાના દુખાવામાં પણ લવિંગનું તેલ ખૂબ જ ફાયદાકારક છે. લવિંગમાં જોવા મળતા ઓમેગા-3 ફેટી એસિડ સાંધાને મજબૂત કરવાનું કામ કરે છે.
શરદી હોય ત્યારે પણ લવિંગ અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. લવિંગમાં જોવા મળતા બળતરા વિરોધી ગુણો શ્વસનતંત્રને સાફ કરે છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.