જો તમે તમારી પેટની ચરબી ઓછી કરવા માંગતા હોવ તો આજથી જ ચિયા સીડ્સ ખાવાનું શરૂ કરો. ચિયા સીડ્સ ખાવાથી શરીરને જરૂરી વિટામિન, પ્રોટીન અને ઓમેગા-3 ફેટી એસિડ મળે છે. આ તમને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે, આના સેવનથી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને તમે ઓવરઈટીંગથી બચી શકો છો. આવો જાણીએ તમે કેવી રીતે ચિયા સીડ્સને ઉપયોગમાં લઈ શકો છો
ચિયા સીડ્સને પાણીમાં નાખીને 1-2 કલાક પલાળી રાખો. ચિયા બીજ પલાળ્યા પછી જેલી જેવા બની જશે. હવે પાણીમાં લીંબુનો રસ અથવા સંતરાનો રસ મિક્સ કરીને બીજ સાથે પીવો.
જમતા પહેલા તમે ચિયા સીડ્સને તમારા રેગ્યુલર સલાડમાં ઉમેરીને પી શકો છો, આને તમે સલાડ પર નાખીને ખાઈ શકો છો અથવા સુકા પણ ખાઈ શકો છો
જો તમને કાચા ચિયા સીડ્સ પસંદ ન હોય તો તમે તેનો પાવડર પણ બનાવીને પણ ખાઈ શકો છો. આ પાવડરને દરરોજ એક કે બે ચમચી દૂધ અથવા હૂંફાળા પાણી સાથે પી શકો છો
ચોખા અથવા ક્વિનોઆ બનાવતી વખતે ચિયા સીડ્સને તેમા ઉમેરી લો,આમ તમને ચીયા સીંડ્સના નો જ સ્વાદ નહી લાગ અને તમે તેને સરળતાથી ખાઈ શકો છો.
ચોખા અથવા ક્વિનોઆ બનાવતી વખતે ચિયા સીડ્સને તેમા ઉમેરી લો,આમ તમને ચીયા સીંડ્સના નો જ સ્વાદ નહી લાગ અને તમે તેને સરળતાથી ખાઈ શકો છો.
નાસ્તામાં ચિયા સીડ ખાવાથી વજન ઓછુ થાય છે, અને પેટ પણ સ્વસ્થ રહે છે. તમે તેને પોરીજ અથવા ઓટ્સ સાથે મિક્સ કરીને ખાઈ શકો છો.