ગરમીમાં ખાદ્ય પદાર્થો ઝડપથી બગડવા લાગે છે, ખાસ કરીને દૂધ ઉનાળામાં જલદી ખરાબ થાય છે અથવા ફાટી જાય છે. દૂધને લાંબા સમય સુધી બહાર રાખો અથવા તેને ગરમ ન કરો તો તે દહીં થઈ જાય છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો તેનાથી બચવા માટે તમે કેટલીક સરળ રીતો અપનાવી શકો છો. આવો જાણીએ
જો તમે ફ્રીજમાં દૂધ રાખતા હોવ તો તેને હંમેશા કોઈ વસ્તુથી ઢાંકીને રાખો. અને એ વાતનું ધ્યાન રાખો કે દુધ પાસે કોઈ એસિડિક વસ્તુઓ ન હોય કારણ કે તેનાથી દૂધ ઝડપથી ગળી શકે છે.
ઉનાળામાં, દૂધને દિવસમાં 3 વખત ગરમ કરી શકાય છે, આમ કરવાથી તેને ઝડપથી ફાટતા અટકાવી શકાય છે ગરમ કર્યા પછી તરત જ દૂધને રેફ્રિજરેટરમાં ન રાખો. તેના બદલે તેને થોડો સમય બહાર રાખી ઓરડાના તાપમાન પર આવવા દો
ઉનાળામાં જો તમે કાચની બોટલ અથવા જગમાં દૂધ સ્ટોર કરો છો તો દુધ ફાટવાની શક્યતા ઓછી થઈ જાય છે, અને દૂધ ઝડપથી ગળતું નથી
દૂધ ઉકાળતી વખતે તેમાં માત્ર એક ચપટી ખાવાનો સોડા નાખી તેને સારી રીતે મિક્સ કરી લો. પછી તેને ઉકાળો આમ કરવાથી છે ત્યારે તે ઝડપથી દહીં થતું નથી.
દૂધ ઉકાળતી વખતે તેમાં માત્ર એક ચપટી ખાવાનો સોડા નાખી તેને સારી રીતે મિક્સ કરી લો. પછી તેને ઉકાળો આમ કરવાથી છે ત્યારે તે ઝડપથી દહીં થતું નથી.
દૂધના હંમેશા સ્વચ્છ વાસણમાં જ કાઢો. વાસણમાં દૂધ નાખતા પહેલા તેમાં થોડું પાણી નાખો. આ દૂધને તળિયે ચોંટતા અટકાવે છે.
પેકેજ્ડ દૂધને લાંબા સમય સુધી ઉકાળવું જોઈએ નહીં. તમે તેને કાચુ પણ રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો તે બગડશે નહીં.