ચિયા સીડ્સમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. આવી સ્થિતિમાં જો તમે તેને તમારા આહારમાં શામેલ કરો છો, તો શરીરને ઘણા ફાયદા થશે. આવો જાણીએ ચિયા સીડ્સના ફાયદા વિશે.
એક ગ્લાસમાં ચિયાના સીડ્સ, કટીંગ કરેલ ફળો અને ગ્રીક દહીં મિક્સ કરો.આ રેસીપી માત્ર ટેસ્ટી જ નહીં પણ ખૂબ જ સ્વાદિષ્ટ પણ હશે.
છુંદેલા કેળા,ઈંડા,ચીયા સીડ્સ અને આખા ઘઉંનો લોટ ઉમેરો. આ પેનકેકને ગ્રીલ પર પકાવો, પેનકેકના બેટરમાં ચિયા સીડ્સ ઉમેરવાથી તે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે.
ચિયા સીડ્સ સાથે ઓટમીલ બનાવવા માટે ઓટ્સને દૂધ અથવા પાણી સાથે રાંધો અને તેમાં એક ચમચી ચીયા સીડ્સ ઉમેરીને થોડીવાર માટે રાખો.જમતા પહેલા તેની ઉપર ડ્રાય ફ્રૂટ્સ કાપીને નાખો.
એક બાઉલમાં દૂધ લો અને તેમાં ચયા સીડ્સ પલાળી લો. તેની ઉપર ડ્રાય ફ્રૂટ્સ પણ નાખો અને ઝીણા સમારેલા ફ્રૂટ્સ પણ નાખો. હવે આ બાઉલને આખી રાત ફ્રીજમાં રાખો.
તમે ચિયા અનાજનો સ્વાદ વધારવા માટે મધનો પણ ઉપયોગ કરી શકો છો. આખી રાત તેને ફ્રીજમાં ઢાંકીને રાખ્યા બાદ તમે સવારે તેનું સેવન કરી શકો છો.
બ્લેન્ડરમાં સ્વાદ માટે 2 ચમચી ચીયા સીડ્સ,1 કપ દૂધ, 1 કપ સ્લાઈસ કરેલી સ્ટ્રોબેરી, કેળા,બ્લૂબેરી અને મધને મિક્સ કરો. તેને મિક્સીમાં પીસી તેનું સેવન કરો.
ચિયા સીડ્સમાં ફાઈબર અને ઓમેગા-3 ફેટી એસિડનો ઉત્તમ સ્ત્રોત છે.ચિયા સીડ્સમાં 19% પ્રોટીન હોય છે જે વજન ઘટાડવામાં પણ ખૂબ જ મદદરૂપ છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.